Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લક્ઝરી રેસ્ટોરાંમાં માત્ર કેક કાપવાનો ખર્ચ થયો ૧૦,૬૫૦ રૂપિયા

લક્ઝરી રેસ્ટોરાંમાં માત્ર કેક કાપવાનો ખર્ચ થયો ૧૦,૬૫૦ રૂપિયા

Published : 22 May, 2026 12:36 PM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું જ બન્યું હતું જસ્ટિન નામની અમેરિકાની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સાથે

જસ્ટિન ૧૦ દોસ્તો સાથે કૅલિફૉર્નિયાની પોઝા નામની એક રૂફટૉપ રેસ્ટોરાંમાં ડિનર માટે ગઈ હતી

અજબ ગજબ

જસ્ટિન ૧૦ દોસ્તો સાથે કૅલિફૉર્નિયાની પોઝા નામની એક રૂફટૉપ રેસ્ટોરાંમાં ડિનર માટે ગઈ હતી


આજકાલ હવે ડિઝાઇનર કેક જ દસ-બાર હજાર રૂપિયાની આવે એવું શક્ય છે, પરંતુ તમે કેકનો ઑર્ડર કર્યો જ ન હોય પણ માત્ર બીજેથી મગાવેલી કેક કાપીને રેસ્ટોરાંમાં સેલિબ્રેટ કર્યું હોય અને રેસ્ટોરાંવાળો તમારી પાસે કેક-કટિંગ ચાર્જ માગે તો? આવું જ બન્યું હતું જસ્ટિન નામની અમેરિકાની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સાથે. જસ્ટિન ૧૦ દોસ્તો સાથે કૅલિફૉર્નિયાની પોઝા નામની એક રૂફટૉપ રેસ્ટોરાંમાં ડિનર માટે ગઈ હતી. તેના બર્થ-ડે માટે દોસ્તો બહારથી એક મસ્ત કેક લઈને આવ્યા હતા. બધાએ કેક કાપીને પછી ડિનર લીધું અને છેલ્લે આવ્યું બિલ. બિલમાં જોયું તો કેક કાપવાની ફી તરીકે ૧૧૦ ડૉલર એટલે કે લગભગ ૧૦,૬૫૦ રૂપિયા અલગથી જોડવામાં આવ્યા હતા. આ ચાર્જ ૧૧ જણને કેક સર્વ કરવામાં આવી એના માટે લગાવવામાં આવ્યો હતો. મતલબ કે તમે લાવેલી કેક એક વ્યક્તિને માત્ર સર્વ કરવા માટે વ્યક્તિદીઠ લગભગ ૯૭૦ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો. જસ્ટિનબહેન રહ્યાં ઇન્ફ્લુઅન્સર, તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની આ કહાણી શૅર કરી. વાત વાઇરલ થઈ ગઈ અને રેસ્ટોરાંને જવાબ આપવો ભારે પડી ગયો. રેસ્ટોરાંએ સફાઈ આપી કે તેમને ત્યાં પૉલિસી છે કે બહારથી લાવવામાં આવેલી ચીજને સર્વ કરવા માટે પહેલેથી જ ચાર્જિસ નક્કી છે. જોકે રેસ્ટોરાંએ એ પણ સ્વીકાર્યું કે આ ચાર્જિસ વિશે ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી આપવામાં નહોતી આવી. સોશ્યલ મીડિયાનો પાવર એટલો કે રેસ્ટોરાંએ એ રકમ રીફન્ડ કરીને આપી. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 12:36 PM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK