Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે યુવકોનું અજબ-ગજબનું કરતબ

બે યુવકોનું અજબ-ગજબનું કરતબ

Published : 22 May, 2026 12:31 PM | IST | Rome
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટેનો ખાસ શો થાય છે

આ યુવકોમાંથી એક યુવક બીજાના માથા પર હાથ મૂકીને હૅન્ડસ્ટૅન્ડ કરે છે.

અજબ ગજબ

આ યુવકોમાંથી એક યુવક બીજાના માથા પર હાથ મૂકીને હૅન્ડસ્ટૅન્ડ કરે છે.


આપણે ત્યાં જેમ ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ ટીવી-શો થાય છે એના જેવો ઇટલીમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટેનો ખાસ શો થાય છે. એમાં માર્લેન મારાતોવ અને બાત્યાર ઝાનુઝક નામના બે યુવકોએ ગજબનું કરતબ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન બનાવ્યું છે. આ યુવકોમાંથી એક યુવક બીજાના માથા પર હાથ મૂકીને હૅન્ડસ્ટૅન્ડ કરે છે. મતલબ કે એક હાથના સહારે શીર્ષાસન કરીને સંતુલન જાળવે છે. એ પછી જે યુવક નીચે ઊભો છે એ ચાલવાનું શરૂ કરે છે અને પેલા બીજા યુવકને માથે રાખીને જ એક નિસરણી ચડે છે. અને ટર્ન થઈને બીજી તરફથી નિસરણી ઊતરે પણ છે. આ આખા સ્ટન્ટ દરમ્યાન બીજો યુવક એક હાથે શીર્ષાસન કરીને સંતુલન જાળવીને રાખે છે. એક મિનિટના ગાળામાં આ બન્ને યુવકો બે વાર નિસરણી ચડીને ઊતરી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 12:31 PM IST | Rome | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK