Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાલતી બાઇકે પૅન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફાટતાં બ્લાસ્ટ થયો, ૧૨ ફુટ સુધી બાઇકર ઘસડાયો

ચાલતી બાઇકે પૅન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફાટતાં બ્લાસ્ટ થયો, ૧૨ ફુટ સુધી બાઇકર ઘસડાયો

Published : 20 July, 2026 03:49 PM | IST | Pandhurna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના પાંઢુર્ણામાં બાઇક ચલાવી રહેલા યુવકના પૅન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ અચાનક ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો. બ્લાસ્ટ બાદ પૅન્ટમાં આગ લાગી, બાઇકનું સંતુલન બગડ્યું અને યુવક રોડ પર ઘસડાતાં દાઝ્યો તેમજ તેના પગનું હાડકું પણ તૂટી ગયું.

બાઇકર અકસ્માત

બાઇકર અકસ્માત


મધ્ય પ્રદેશના પાંઢુર્ણા જિલ્લામાં શનિવારે એક બાઇકરના પૅન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફાટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ધમાકાને કારણે યુવક દાઝી ગયો હતો. અચાનક થયેલા બ્લાસ્ટને કારણે તેના પૅન્ટમાં આગ લાગી ગઈ હતી. એને બુઝાવવામાં બાઇકનું સંતુલન બગડ્યું હતું અને બાઇકર ૧૨ ફુટ સુધી રોડ પર ઘસડાયો હતો. તેના પગનું હાડકું તૂટી ગયું હતું અને પગના ભાગમાં ૧૦ ટકા દાઝી ગયો હતો. ગનીમત એ રહી કે પૅન્ટની આગ બાઇકના સંપર્કમાં ન આવી, નહીંતર આગનું સ્વરૂપ વરવું થઈ ગયું હોત. 


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 03:49 PM IST | Pandhurna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK