આ પહેલાં પ્રેગ્નન્સી દરમ્યાન તેનાં પર કોઈ પરીક્ષણો થયાં નહોતાં, નહીંતર ગર્ભમાં જ તેના હાથનો વિકાસ નથી થયો એની ખબર પડી શકી હોત.
હાથ વિનાની બાળકી પેદા થઈ
મધ્ય પ્રદેશના બેગમગંજની સિવિલ હૉસ્પિટલમાં એક મહિલાએ હાથ વિનાની બાળકીને જન્મ આપ્યો હતો. એ જોવા માટે પરિવારજનો, ડૉક્ટરો અને અન્ય દરદીઓની ભીડ જામી ગઈ હતી. સિવિલ હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. નીતિન સિંહ તોમરે કહ્યું હતું કે ‘અરબાઝ ખાન નામના મજૂરની પત્ની રોશનીના પહેલા બાળકની ડિલિવરી થવાની હતી. તેમના ગામની આશા કાર્યકર્તાઓએ મહિલાને ડિલિવરી માટે હૉસ્પિટલમાં ભરતી કરાવી હતી. આ પહેલાં પ્રેગ્નન્સી દરમ્યાન તેનાં પર કોઈ પરીક્ષણો થયાં નહોતાં, નહીંતર ગર્ભમાં જ તેના હાથનો વિકાસ નથી થયો એની ખબર પડી શકી હોત.’
રોશનીની આ બાળકીને ખભાથી જ હાથનો ભાગ ઊગ્યો જ નથી. બાકી બીજી બધી જ રીતે તે સ્વસ્થ છે.

