આપણે સામાન્ય રીતે ભોજનની થાળીમાં વાળ આવી જાય તો એ ચીજ મોઢામાં મૂકવાની હિંમત ન કરીએ, પણ એક નાઈ વાળ કાપતી વખતે વાળમાં જ મૅગી બનાવે છે.
અજબગજબ
ફૉઇલ ખોલીને વાળની અંદરના ખાડામાંથી ફૉર્કથી મૅગી કાઢીને ખાવા માંડે છે
સોશ્યલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ માટે લોકો કઈ હદ સુધી જઈ શકે છે એનો આ નમૂનો છે. આપણે સામાન્ય રીતે ભોજનની થાળીમાં વાળ આવી જાય તો એ ચીજ મોઢામાં મૂકવાની હિંમત ન કરીએ, પણ એક નાઈ વાળ કાપતી વખતે વાળમાં જ મૅગી બનાવે છે. હૅર કટ કરતી વખતે માથાના વાળ વચ્ચે જગ્યા બનાવીને એમાં કાચી મૅગી મૂકે છે, પાણી રેડે છે અને પછી વાળ સહિત આખા ખાડાને ઍલ્યુમિનિયમ ફૉઇલથી ઢાંકીને એના પર હેરડ્રાયરથી ગરમી આપે છે. ગરમીને કારણે ફૉઇલ બરાબર ગરમ થઈ ગયા પછી ફૉઇલ ખોલીને વાળની અંદરના ખાડામાંથી ફૉર્કથી મૅગી કાઢીને ખાવા માંડે છે.
મહારાષ્ટ્રના ખામગાવમાં સાગર પંડિત નામના સૅલોં ચલાવતા હેર-સ્ટાઇલિસ્ટનો આ વિડિયો છે. ઊબકા કરાવે એવો આ વિડિયો ત્રણ કરોડથી વધુ વખત જોવાયો છે. કેટલાકે તો કમેન્ટ કરી છે કે ‘આ તો ડૅન્ડ્રફ ફ્લેવર મૅગી છે.’