Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વૅગથી પૉઝ આપનારા બે વર્ષના ટાબરિયાનું ગ્રૅજ્યુએશન સુધીનું ભણતર સ્પૉન્સર કરશે શોરૂમના માલિક

સ્વૅગથી પૉઝ આપનારા બે વર્ષના ટાબરિયાનું ગ્રૅજ્યુએશન સુધીનું ભણતર સ્પૉન્સર કરશે શોરૂમના માલિક

Published : 21 November, 2026 11:54 AM | IST | Yavatmal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

His parents are very happy with the love being showered upon their son.

પપ્પાની ઍક્ટિવા સાથે સ્વૅગથી પૉઝ આપનારા બે વર્ષના ટાબરિયાનું ગ્રૅજ્યુએશન સુધીનું ભણતર સ્પૉન્સર કરશે શોરૂમના માલિક

અજબ ગજબ

પપ્પાની ઍક્ટિવા સાથે સ્વૅગથી પૉઝ આપનારા બે વર્ષના ટાબરિયાનું ગ્રૅજ્યુએશન સુધીનું ભણતર સ્પૉન્સર કરશે શોરૂમના માલિક


પપ્પાએ નવા ખરીદેલા હૉન્ડા ઍક્ટિવા પાસે બે વર્ષનો એક છોકરો સ્વૅગ સાથે ઊભેલો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે. આ વિડિયો વાઇરલ થયા પછી હૉન્ડાના ડીલરે આ છોકરાના ગ્રૅજ્યુએશન સુધીનો ખર્ચ ઉઠાવવાનો દાવો કરતાં આ બાળક વધુ વાઇરલ થયો હતો. જેન-ઝીની ભાષામાં લોકો છોકરાને ઑરા કિડ માની રહ્યા છે. મહારાષ્ટ્રના યવતમાળમાં રહેતો રુદ્રાંશ સિંહ ઠાકુર તેના પેરન્ટ્સ અને મોટી બહેન સાથે હૉન્ડાના શોરૂમ પર નવું સ્કૂટર લેવા માટે ગયો હતો. એ વખતે કૉન્ફિડન્સ સાથે પોઝ આપતા આ ટાબરિયાનો કોઈકે વિડિયો લીધો હતો. ટચૂકડા સનગ્લાસિસ પહેરીને ખિસ્સામાં હાથ નાખીને પોઝ આપી રહેલા રુદ્રાંશના હાવભાવ એવા હતા કે સોશ્યલ મીડિયા યુઝર્સ એને ઇગ્નોર ન કરી શક્યા. આ વિડિયોને ૧૩.૭ કરોડ વ્યુઝ મળ્યા અને ૬૦,૦૦૦ લોકોએ કમેન્ટ પણ કરી જેમાં અનેક લોકોએ છોકરાને ઑરા કિડનું ટાઇટલ આપ્યું હતું. રુદ્રાંશની આ વાઇરલ થવાની સફરમાં મોટો ટર્નિંગ પૉઇન્ટ થોડા દિવસ પછી આવ્યો. જે હૉન્ડાના શોરૂમમાં આ વિડિયો લેવાયેલો એ સાંઈ પૉઇન્ટ હૉન્ડા શોરૂમના માલિક દિલીપ બોબાડે પાટીલે રુદ્રાંશ અને તેના પરિવારને સેલિબ્રેશન માટે પાછો ઇન્વાઇટ કર્યો હતો. શોરૂમના સ્ટાફ સાથે રુદ્રાંશના પરિવારે વાઇરલ વિડિયોની ઉજવણી કરી હતી અને એ જ વખતે દિલીપ પાટીલે રુદ્રાંશના ગ્રૅજ્યુએશન સુધીના ભણતરને સ્પૉન્સર કરવાની જાહેરાત કરી હતી. દીકરા પર વરસી રહેલા પ્રેમથી તેનાં માતા-પિતા બહુ ખુશ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 11:54 AM IST | Yavatmal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK