ડૉક્ટરેટની પદવી મેળવી ચૂકેલા રિલિજિયસ ખાતાના પ્રધાન ડૉ. ઝુલ્કિફલી હસને મલેશિયાની સંસદમાં લોકો હોમોસેક્સ્યુઅલ થઈ રહ્યા છે એની ચિંતા વ્યક્ત કરતો મુદ્દો ઉઠાવ્યો હતો
ડૉ. ઝુલ્કિફલી હસન
દરેક દેશની પાર્લમેન્ટમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ કરતા હોય છે. જોકે મલેશિયામાં એક પ્રધાને સંસદમાં એક વિચિત્ર મુદ્દો ઉઠાવ્યો છે. ડૉક્ટરેટની પદવી મેળવી ચૂકેલા રિલિજિયસ ખાતાના પ્રધાન ડૉ. ઝુલ્કિફલી હસને મલેશિયાની સંસદમાં લોકો હોમોસેક્સ્યુઅલ થઈ રહ્યા છે એની ચિંતા વ્યક્ત કરતો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કામના સ્થળે સ્ટ્રેસ અને કામનું દબાણ ખૂબ જ વધી ગયું હોવાથી લોકો સમલૈંગિક બની રહ્યા છે અને એ માટે કંઈક કરવું જોઈએ. સંસદમાં આવું ધડમાથા વિનાનું નિવેદન કરવા બદલ માનવાધિકાર કાર્યકર્તાઓ અને આમ જનતાએ પ્રધાનસાહેબને જબરા ટ્રોલ કર્યા છે. આધુનિક જીવનશૈલી અને કામના સ્થળે સતત દબાણને કારણે લોકોનો જાતીય ઝુકાવ બદલાઈ રહ્યો છે એવું આ પ્રધાને બેથી ત્રણ વાર તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું.


