ચેતન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડિયો શૅર કર્યો છે. આ ભાઈ પોતે કન્ટેન્ટ ક્રીએટર તો છે, પણ સાથે ઑનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરે છે. તાજેતરમાં ચેતન પોર્ટર કંપની માટે કામ કરી રહ્યો છે અને તેને મળેલા ડિલિવરીના એક ઑર્ડરની વાત તેણે શૅર કરી
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ચેતન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડિયો શૅર કર્યો છે. આ ભાઈ પોતે કન્ટેન્ટ ક્રીએટર તો છે, પણ સાથે ઑનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બૉયનું કામ પણ કરે છે. તાજેતરમાં ચેતન પોર્ટર કંપની માટે કામ કરી રહ્યો છે અને તેને મળેલા ડિલિવરીના એક ઑર્ડરની વાત તેણે શૅર કરી છે. આ ડિલિવરી ઑર્ડરમાં મોકલનાર અને મેળવનાર બન્નેનું લોકેશન જોઈને ચકરાવે ચડી જવાય એવું છે. ચેતન વિડિયોમાં બતાવે છે કે એક જ હાઉસિંગ સોસાયટીની બીજી વિન્ગમાં સામાન મોકલવા માટે કોઈકે પોર્ટર બુક કર્યું હતું. પોતાની જ સોસાયટીની બીજી વિન્ગમાં એક ગેમ પહોંચાડવા માટે પણ કોઈ ઑનલાઇન ડિલિવરી ઍપ વાપરે એ માણસ કેટલો આળસુ હશે?

