ક્રૂઝ શિપ પર કામ કરતા માથેરાનનાધ એક કન્ટેન્ટ-ક્રીએટરે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક અનેરો અનુભવ શૅર કર્યો હતો
પ્રવીણ જોશીલકર
ક્રૂઝ શિપ પર કામ કરતા માથેરાનના એક કન્ટેન્ટ-ક્રીએટરે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક અનેરો અનુભવ શૅર કર્યો હતો. પ્રવીણ જોશીલકર નામના આ યુવાને તેને મળતી ટિપ્સનો ઉપયોગ કરીને આશરે ૧૦ લાખ રૂપિયાની કાર ખરીદી હતી અને પછી એ કાર સાથે પોતાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘તમે ક્રૂઝ શિપ પર કામ કરતા હો તો બધી જરૂરતો માત્ર ટિપ્સના પૈસાથી પૂરી થઈ જાય છે. સૅલેરી તો ફ્યુચર સેવિંગ માટે હોય છે.’
આ યુવાને યુરોપ અને અમેરિકાના તેના ક્લાયન્ટ્સનો ખાસ આભાર માન્યો હતો, જેમણે તેને ઉદારતાથી ટિપ આપી હતી. આ પોસ્ટ વાઇરલ થતાંની સાથે જ પ્રવીણ પર લોકોએ અભિનંદનની વર્ષા કરી હતી.


