Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ગયેલા યુવાનના પેટમાંથી નીકળ્યું થર્મોમીટર

પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ગયેલા યુવાનના પેટમાંથી નીકળ્યું થર્મોમીટર

Published : 16 April, 2026 12:59 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં ૩૨ વર્ષનો વાંગ નામનો માણસ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ચેકઅપ કરાવવા માટે હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને જબરા આઘાતજનક સમાચાર મળ્યા. તેને અવારનવાર પેટમાં ઝીણો દુખાવો થતો હતો.

પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ગયેલા યુવાનના પેટમાંથી નીકળ્યું થર્મોમીટર

પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ગયેલા યુવાનના પેટમાંથી નીકળ્યું થર્મોમીટર


ચીનમાં ૩૨ વર્ષનો વાંગ નામનો માણસ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ચેકઅપ કરાવવા માટે હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને જબરા આઘાતજનક સમાચાર મળ્યા. તેને અવારનવાર પેટમાં ઝીણો દુખાવો થતો હતો. છેલ્લા થોડા સમયથી દુખાવાએ માઝા મૂકી હોવાથી આખરે તે ડૉક્ટર પાસે ગયો. પેઇનકિલર કામ નહોતી કરતી એટલે ડૉક્ટરોએ આંતરડાંનો સ્કૅન કરાવ્યો. ડૉક્ટરોને સ્કૅનમાં નાના આંતરડાના ખાંચામાં એક લાંબી અને અજીબ રીતે લાંબી ચીજ જોવા મળી. એનો આકાર સમજવા અલગ-અલગ ઍન્ગલથી સ્કૅનમાં ફોટો લીધા ત્યારે ડૉક્ટરને સમજાયું કે આ કદાચ થર્મોમીટર હોઈ શકે છે. આંતરડાંની દીવાલ સાથે એ થર્મોમીટર દબાઈ રહ્યું હતું. જો એના પર જરાક વધુ દબાણ આવી જાય અને થર્મોમીટર ફાટી જાય તો જીવનું જોખમ ઊભું થઈ શકે એમ હતું. ડૉક્ટરોએ દરદીને પૂછ્યું કે શું તેણે થોડા સમય પહેલાં કોઈ ન ખાવાની ચીજ ખાઈ લીધી હોય એવું બન્યું છે? ત્યારે વાંગે બાળપણનો એક પ્રસંગ યાદ કરીને કહ્યું હતું કે તે ૧૨ વર્ષનો હતો ત્યારે તાવ માપતી વખતે મોંમાં રાખેલું થર્મોમીટર ભૂલથી ગળામાં ઉતારી દીધું હતું. ભૂલ થઈ ગયા પછી તેને મમ્મીનો એટલો ડર લાગ્યો કે તેણે કહ્યું કે થર્મોમીટર તૂટી ગયું છે એટલે નવું લાવવું પડશે.
૨૦ વર્ષ સુધી આ થર્મોમીટર પેટમાં રહ્યું અને કોઈ લક્ષણો ન દેખાયાં, પરંતુ થર્મોમીટર જ્યારે નાના આંતરડાની પાસે આવેલા ખાંચામાં ફસાઈ ગયું ત્યારે હવે પ્રેશરને કારણે દુખાવો થઈ રહ્યો હતો. ડૉક્ટરોએ મોંમાં નળી નાખીને કરવામાં આવતી એન્ડોસ્કોપી પ્રોસીજર દ્વારા થર્મોમીટર બહાર કાઢી લીધું હતું. જો કાઢતી વખતે પણ થર્મોમીટર તૂટી જાત તો એમાં વપરાયેલો પારો આંતરડાંમાં ફેલાઈ જતાં વાંગનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 12:59 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK