Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જીજાજીએ બે સાળાઓને પહેરાવી ૫૦૦ રૂપિયાની ચલણી નોટોની ૧-૧ કરોડની ૧૦૦ ફુટ લાંબી માળા

જીજાજીએ બે સાળાઓને પહેરાવી ૫૦૦ રૂપિયાની ચલણી નોટોની ૧-૧ કરોડની ૧૦૦ ફુટ લાંબી માળા

Published : 24 November, 2026 05:31 PM | IST | Mathura
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના મથુરામાં બે યુવાનો ઘોડે ચડ્યા એ સમારંભ સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. આ સમારંભની હાઇલાઇટ છે ૧૦૦ ફુટ લાંબી ૧ કરોડ રૂપિયાની માળા. આ દુલ્હાઓના જીજાજીએ તેમને ૧૦૦ ફુટ લાંબી માળા પહેરાવી હતી જે ૫૦૦ રૂપિયાની ચલણી નોટોથી બની હતી.

જીજાજીએ બે સાળાઓને પહેરાવી ૫૦૦ રૂપિયાની ચલણી નોટોની ૧-૧ કરોડની ૧૦૦ ફુટ લાંબી માળા

જીજાજીએ બે સાળાઓને પહેરાવી ૫૦૦ રૂપિયાની ચલણી નોટોની ૧-૧ કરોડની ૧૦૦ ફુટ લાંબી માળા


ઉત્તર પ્રદેશના મથુરામાં બે યુવાનો ઘોડે ચડ્યા એ સમારંભ સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. આ સમારંભની હાઇલાઇટ છે ૧૦૦ ફુટ લાંબી ૧ કરોડ રૂપિયાની માળા. આ દુલ્હાઓના જીજાજીએ તેમને ૧૦૦ ફુટ લાંબી માળા પહેરાવી હતી જે ૫૦૦ રૂપિયાની ચલણી નોટોથી બની હતી. એક માળા ૧ કરોડ રૂપિયાની કિંમતની હોવાનું કહેવાય છે. આ માળા એટલી લાંબી હતી કે એને સાચવવા માટે એક મોટી ટીમની જરૂર પડી હતી. 
પ્રશાંત અને કાન્હા રાઘવ નામના બે યુવાનો ઘોડે ચડી રહ્યા હતા. બન્નેનાં લગ્ન એક જ ગામની યુવતી સાથે થવાનાં હતાં. આ બન્ને દુલ્હા ઘોડીએ ચડ્યા એ વખતે તેમના જીજાજીએ આ માળા પહેરાવી હતી. માળા પહેરાવનાર જીજાજીનું નામ યોગેશ કુમાર છે અને તે રાજસ્થાનના ડીગ જિલ્લાના નંદોલા ગામના છે. શાહી વરરાજાની જેમ રૉયલ માળા પહેરનારા બન્ને સાળાઓનો વિડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 05:31 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK