Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડને ઇન્સ્ટાગ્રામ પર હવે તું ખુશ રહેજે લખીને સુસાઇડ કરી રહેલા યુવકને પોલીસે બચાવી લીધો

ગર્લફ્રેન્ડને ઇન્સ્ટાગ્રામ પર હવે તું ખુશ રહેજે લખીને સુસાઇડ કરી રહેલા યુવકને પોલીસે બચાવી લીધો

Published : 11 June, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેરઠમાં ૨૫ વર્ષના એક હૃદયભગ્ન યુવાને બ્રેકઅપ થયા પછી પોતાનો સુસાઇડ કરતો લાઇવ વિડિયો પોસ્ટ કરીને ભૂતપૂર્વ પ્રેમિકાને સંબોધીને લખ્યું હતું, ‘હવે તું તારી જિંદગીમાં ખુશ રહેજે...’

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


મેરઠમાં ૨૫ વર્ષના એક હૃદયભગ્ન યુવાને બ્રેકઅપ થયા પછી પોતાનો સુસાઇડ કરતો લાઇવ વિડિયો પોસ્ટ કરીને ભૂતપૂર્વ પ્રેમિકાને સંબોધીને લખ્યું હતું, ‘હવે તું તારી જિંદગીમાં ખુશ રહેજે...’ બસ, આ વાક્યને કારણે ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાની સિસ્ટમે ખતરો ડિટેક્ટ કર્યો અને અલર્ટ આવ્યું. મેટાના અધિકારીઓએ તરત ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસને જાણ કરી. લખનઉની પોલીસે એ યુવકની પોસ્ટ ક્યાંથી થઈ છે એ લોકેશન ટ્રૅક કરીને મેરઠમાં તેનું ઘર શોધી કાઢ્યું. મેરઠની પોલીસને તાત્કાલિક તેના ઘરે પહોંચવાનું કહેવામાં આવ્યું અને ૮ જ મિનિટમાં પોલીસ પેલા યુવકના ઘરે જઈ પહોંચી. યુવાને ખરેખર સુસાઇડની કોશિશ કરી હતી અને તેની હાલત નાજુક હતી. પોલીસે તરત જ તેને હૉસ્પિટલ પહોંચાડી દીધો હતો. સમયસર સારવાર મળતાં યુવકનો જીવ બચી ગયો હતો. ટેક્નૉલૉજીએ આ વખતે કોઈકનો જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK