Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેક્સિકોના આ કલાકારે ૬ મહિનાની મહેનત કરીને લાકડામાંથી ફુલ્લી વર્કિંગ ફુટબૉલ-ટેબલ બનાવ્યું

મેક્સિકોના આ કલાકારે ૬ મહિનાની મહેનત કરીને લાકડામાંથી ફુલ્લી વર્કિંગ ફુટબૉલ-ટેબલ બનાવ્યું

Published : 20 July, 2026 04:03 PM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેક્સિકોના કલાકાર લુઇસ ગૅબ્રિઅલે લાકડાની કોતરણીથી સંપૂર્ણ કાર્યરત ટેબલ સૉકર તૈયાર કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. ‘દેવતાઓની વિરાસત’ નામના આ અનોખા આર્ટવર્કને બનાવવામાં છ મહિના લાગ્યા અને તેને રાષ્ટ્રીય આર્ટ સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મળ્યો.

મેક્સિકોના આ કલાકારે ૬ મહિના મહેનત કરી લાકડાથી ફુટબૉલ-ટેબલ બનાવ્યું

મેક્સિકોના આ કલાકારે ૬ મહિના મહેનત કરી લાકડાથી ફુટબૉલ-ટેબલ બનાવ્યું


લુઇસ ગૅબ્રિઅલ નામના મેક્સિકોના એક યુવાન આર્ટિસ્ટે લાકડામાંથી કોતરણી કામ કરીને એક અદ્ભુત આર્ટવર્ક તૈયાર કર્યું છે. આ માસ્ટરપીસ માત્ર દેખાવનો નથી, ફુલ્લી ફંક્શનલ પણ છે. રિયલ સાઇઝના ટેબલ સૉકરનો સેટ લુઇસે લાકડાની કોતરણીથી બનાવ્યો છે. લાકડામાં કોતરણી કામ કરીને એમાંથી ટેબલ, ફુટબૉલના પ્લેયર્સ અને બૉલ તૈયાર કર્યાં છે. એ ટેક્નિકલી પણ ફુટબૉલના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે. આ માસ્ટરપીસને નામ આપ્યું છે દેવતાઓની વિરાસત. નૅશનલ આર્ટ કૉમ્પિટિશન માટે તૈયાર કરવામાં આવેલા પીસને પહેલું પ્રાઇઝ મળ્યું છે. જોકે આ માટે કલાકારે લગભગ ૬ મહિના સુધી દિવસ-રાત મહેનત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 04:03 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK