° °

આજનું ઇ-પેપર
Tuesday, 30 November, 2021


મમ્મી અને પોલીસ બન્ને ડ્યુટી એકસાથે

23 October, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં આ તસવીરોને ભરપૂર વધામણાં મળ્યાં છે તો કેટલાક લોકોએ નાની પુત્રી સાથે માતાને તડકામાં ઊભી રાખવા બદલ ટીકા પણ કરી હતી. 

મમ્મી અને પોલીસ બન્ને ડ્યુટી એકસાથે

મમ્મી અને પોલીસ બન્ને ડ્યુટી એકસાથે

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની એક મહિલા પોલીસ અધિકારીની તસવીરો વાઇરલ થઈ છે, જેમાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર મોનિકા સિંહ નામની આ પોલીસ તેની દોઢ વર્ષની દીકરીને લઈને ડ્યુટી પર હાજર હોવાની તસવીરો શૅર કરી હતી. 
બે દિવસના પ્રચારમાં નીકળેલા મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનું હેલિકૉપ્ટર ગુરુવારે અલીરાજપુરમાં હેલિપૅડ પર ઊતર્યું હતું. ત્યાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનાં ડીએસપી મોનિકા સિંહને ફરજ પર મૂકવામાં આવ્યાં હતાં. મોનિકા સિંહ બેબી કૅરિયર બૅગમાં પોતાના બાળક સાથે ત્યાં ડ્યુટી પર ઉપસ્થિત હતાં એ જોઈને મુખ્ય પ્રધાને તેમને વધાવ્યાં હતાં.
મુખ્ય પ્રધાને મોનિકા સિંહની તસવીરો ટ્વિટર પર શૅર કરીને સાથે લખ્યું હતું કે મધ્ય પ્રદેશને તમારા પર ગર્વ છે. તેમની દીકરીને મુખ્ય પ્રધાને આશીર્વાદ આપ્યા હતા. મોનિકા સિંહે આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે તેમણે માતા તરીકેની અને પોલીસ-અધિકારી તરીકેની બન્ને જવાબદારી નિભાવવાની છે. સોશ્યલ મીડિયામાં આ તસવીરોને ભરપૂર વધામણાં મળ્યાં છે તો કેટલાક લોકોએ નાની પુત્રી સાથે માતાને તડકામાં ઊભી રાખવા બદલ ટીકા પણ કરી હતી. 

23 October, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

29 November, 2021 05:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વાંદરાઓએ માણી મિજબાની

એક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે

29 November, 2021 05:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’

કેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી. 

29 November, 2021 05:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK