હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં લગભગ દસેક દિવસથી તોફાન મચાવતા વાંદરાએ લગભગ ૧૨ લોકોને બચકાં ભર્યાં હતાં. રસ્તામાં ગમે ત્યાં ચાલતા માણસો પર બેફામ ત્રાસ વર્તાવતા આ વાંદરાને પકડવા માટે ૫૧,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
વાંદરાને પકડવા માટે ઇનામ જાહેર
હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં લગભગ દસેક દિવસથી તોફાન મચાવતા વાંદરાએ લગભગ ૧૨ લોકોને બચકાં ભર્યાં હતાં. રસ્તામાં ગમે ત્યાં ચાલતા માણસો પર બેફામ ત્રાસ વર્તાવતા આ વાંદરાને પકડવા માટે ૫૧,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. વાંદરાના આતંકથી લોકો ઘરની બહાર નીકળતાં પણ ડરતા હતા. આખરે વાંદરો પકડાયો ત્યારે લોકો એટલા રોષે ભરાયેલા હતા કે તેમણે બાંધેલા વાંદરાને લાફા ઝીંક્યા હતા. વાઇરલ વિડિયોમાં એક માણસ વાંદરાના હાથ પીઠ પાછળ પકડીને ઊંચકીને જઈ રહ્યો છે અને એની પાછળ લોકોનું સરઘસ નારાબાજી કરી રહ્યું છે. કેટલાકે તો બંધાયેલા વાંદરાને લાફા ઝીંક્યા હતા. એ પછી બે જણ બાઇક પર વાંદરાને લઈને રવાના થઈ ગયા હતા. ગામના લોકોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી અને રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મૂંગા પ્રાણી પર ટોળાએ હાથ ઉપાડ્યો એ સામે સોશ્યલ મીડિયા પર પ્રાણીપ્રેમીઓની નારાજગી પણ ફાટી હતી.
