પોલીસનું કહેવું હતું કે ઘર જર્જરિત હાલતમાં હોવાથી એની બારીઓ તૂટી ગઈ હતી એટલે કોઈનું પણ ધ્યાન ન પડે એમ કૂતરાઓ અંદર આવી ગયા હશે.
એક દાદા સાથે ખૂબ જ કરુણ ઘટના ઘટી
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ૮૦ વર્ષના એક દાદા સાથે ખૂબ જ કરુણ ઘટના ઘટી. છેલ્લા બે દિવસથી તેઓ ઘરની બહાર દેખાયા નહોતા. તેઓ એકલા રહેતા હતા એટલે તેમનો ભત્રીજો ખબર કાઢવા આવ્યો. જોકે અંદર જતાં જ ખૂબ જ ગંદી વાસ આવવા લાગી. અંદર જે નજારો હતો એ જોઈને કંપી જવાય એવું હતું. દાદા ગુજરી ગયા હતા એટલું જ નહીં, તેમનું શરીર પર અડધું ખવાયેલી હાલતમાં હતું. રખડુ કૂતરાઓએ ઘરમાં ઘૂસીને તેમના એક પગ અને હાથને ખાઈને જુદો કરી નાખ્યો હતો. પોલીસનું કહેવું હતું કે ઘર જર્જરિત હાલતમાં હોવાથી એની બારીઓ તૂટી ગઈ હતી એટલે કોઈનું પણ ધ્યાન ન પડે એમ કૂતરાઓ અંદર આવી ગયા હશે.

