સલીમ ખુલાસો કર્યો કે સંપૂર્ણ ખાન પરિવાર હોળી, દશેરા, દિવાળી, ઈદ અને નાતાલ સમાન ઉત્સાહથી ઉજવે છે, અને તેમણે શૅર કર્યું કે તેમના ઘરે ગણપતિ ઉજવવાની પરંપરા તેમના પિતાના સમયથી ચાલી રહી છે. મુસ્લિમ હોવા છતાં, તેમના પરિવારે હંમેશા વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો.
ખાન પરિવાર (તસવીર: સલમાન ખાન ઇન્સ્ટાગ્રામ)
બૉલિવૂડના દિગ્ગજ લેખક સલીમ ખાન તેમના પરિવાર બાબતે અનેક ખુલાસા કર્યા છે. તાજેતરમાં પણ હવે સલીમ ખાને તાજેતરમાં ફરી એક વખત તેમના પરિવાર અંગે મોટો ખુલાસો કર્યો છે. જોકે તેમનો આ ખુલાસો ભારતમાં પ્રતિબંધિત બાબત વિશે છે.
સલીમ ખુલાસો કર્યો કે સંપૂર્ણ ખાન પરિવાર હોળી, દશેરા, દિવાળી, ઈદ અને નાતાલ સમાન ઉત્સાહથી ઉજવે છે, અને તેમણે શૅર કર્યું કે તેમના ઘરે ગણપતિ ઉજવવાની પરંપરા તેમના પિતાના સમયથી ચાલી રહી છે. મુસ્લિમ હોવા છતાં, તેમના પરિવારે હંમેશા વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો છે. ઇન્દોરમાં, જ્યાં તેમના પિતા ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) તરીકે સેવા આપતા હતા, ત્યાંના વર્ષો દરમિયાન તેઓ તેમના દ્વારા બાંધવામાં આવેલા ઘરોના પડોશમાં રહેતા હતા. બધા ભાડૂઆત હિન્દુ હતા, અને પરિવારો સંપૂર્ણ સુમેળમાં સાથે રહેતા હતા, એકબીજાને ટેકો આપતા હતા અને ખોરાક પણ શૅર કરતા હતા.
ADVERTISEMENT
સલીમ ખાને ખુલાસો કર્યો કે પરિવારે ક્યારેય બીફ ખાધું નથી
એક એક વિશિષ્ટ વાતચીતમાં, સલીમ ખાને શૅર કર્યું કે તેમના પરિવારે ક્યારેય બીફ (ગાયનું માંસ જે ભારતમાં ગેરકાયદેસર છે) ખાધું નથી. "ઇન્દોરથી આજ સુધી, મેં કે મારા પરિવારે ક્યારેય ગૌમાંસ ખાધું નથી. મોટાભાગના મુસ્લિમો ગૌમાંસ ખાય છે કારણ કે તે સૌથી સસ્તું માંસ છે! કેટલાક તો તેને પાલતુ કૂતરાઓને ખવડાવવા માટે પણ ખરીદે છે. પરંતુ પયગંબર મોહમ્મદના ઉપદેશોમાં, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ગાયનું દૂધ માતાના દૂધનો વિકલ્પ છે અને તે મુફીદ (લાભકારી) ચીઝ છે. તેમણે કહ્યું છે કે ગાયને મારી ન શકાય અને ગૌમાંસ પ્રતિબંધિત છે."
View this post on Instagram
"પયગંબર મોહમ્મદે દરેક ધર્મમાંથી સારી વસ્તુઓ અપનાવી છે. જેમ કે ફક્ત હલાલ માંસ ખાવું જે યહૂદીઓ પાસેથી અપનાવવામાં આવ્યું હતું, જેઓ તેને કોશૅર કહે છે. તેમણે એવું અનુમાન કર્યું છે કે દરેક ધર્મ સારો છે અને આપણી જેમ સર્વોચ્ચ શક્તિમાં માને છે," તેમણે ઉમેર્યું.
સલમાન ખાનની ડાયટ પણ જાહેર કરી
થોડા સમય પહેલાં એક ડાન્સ દરમ્યાન સલમાન ખાનની ફાંદ દેખાઈ ગઈ હતી અને એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. એ સમયે લોકોએ તેની ફિટનેસ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જોકે તાજેતરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળેલો સલમાન સંપૂર્ણ ફિટ દેખાતો હતો. આ શો દરમ્યાન સલમાને પોતાની ડાયટનો ઉલ્લેખ કર્યો અને સાથે જ ૮૯ વર્ષની ઉંમરે તેના પિતા સલીમ ખાનનાં ખાનપાન વિશે વાત કરી હતી. સલમાને કહ્યું હતું કે ‘મારા પિતા સલીમ ખાન ભૂખ ઓછી હોવા છતાં ભરપૂર ખોરાક લે છે. તેઓ હજી પણ દિવસમાં બે વખત ૨-૩ પરાઠાં, રાઇસ, નૉન-વેજ અને મીઠાઈ ખાય છે.’

