Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વિધાનસભ્યે પોતાની સામેના ખોટા કેસનો વિરોધ કરવા માટે ગાંધીજીની પ્રતિમા સામે કર્યું શીર્ષાસન

વિધાનસભ્યે પોતાની સામેના ખોટા કેસનો વિરોધ કરવા માટે ગાંધીજીની પ્રતિમા સામે કર્યું શીર્ષાસન

Published : 28 February, 2026 11:54 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે શીર્ષાસન કરીને કહ્યું હતું કે મારા પર કરવામાં આવેલો ખોટો કેસ એ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે. 

ગાંધીજીની પ્રતિમા સામે કર્યું શીર્ષાસન

અજબગજબ

ગાંધીજીની પ્રતિમા સામે કર્યું શીર્ષાસન


મધ્ય પ્રદેશમાં વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે. એ દરમ્યાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. શ્યૉપરના કૉન્ગ્રેસના વિધાનસભ્ય બાબુલાલ જન્દેલે તેમની સામે કરવામાં આવેલી એક ફરિયાદના વિરોધમાં ગાંધીજીની પ્રતિમાની સામે શીર્ષાસન કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમના આ અનોખા વિરોધથી વિધાનભવનમાં મોજૂદ લોકો અને મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું. વાત એમ છે કે મહાશિવરાત્રિના અવસર પર નીકળેલી શિવબારાત દરમ્યાન ઉત્સાહ-ઉમંગમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે બાબુલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બાબુલાલ જન્દેલનું કહેવું છે કે આ ફરિયાદ રાજકીય દ્વેષથી પ્રેરાઈને કરવામાં આવી છે. તેમણે શીર્ષાસન કરીને કહ્યું હતું કે મારા પર કરવામાં આવેલો ખોટો કેસ એ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 11:54 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK