Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કળિયુગમાં પણ રામરાજ્ય : દુકાનદાર વગરની દુકાનોમાં થાય છે લાખોની ખરીદી

કળિયુગમાં પણ રામરાજ્ય : દુકાનદાર વગરની દુકાનોમાં થાય છે લાખોની ખરીદી

Published : 01 July, 2026 04:19 PM | IST | Nagaland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગાલૅન્ડનાં નાનાં ગામડાંઓ અને કેટલાંક શહેરોમાં આ વ્યવસ્થા ખૂબ જ સામાન્ય છે. અહીં દિવસભર દુકાનો ખુલ્લી રહે છે અને એના માલિકો પોતાનાં અન્ય કામોમાં વ્યસ્ત હોય છે. ગ્રાહકો દુકાનમાં આવીને સામાનની કિંમત પ્રાઇસ-લિસ્ટ કે સ્કૅનર દ્વારા ચેક કરે છે.

કળિયુગમાં પણ રામરાજ્ય : દુકાનદાર વગરની દુકાનોમાં થાય છે લાખોની ખરીદી

કળિયુગમાં પણ રામરાજ્ય : દુકાનદાર વગરની દુકાનોમાં થાય છે લાખોની ખરીદી


આજના કળિયુગમાં જ્યાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ભારતના જ એક રાજ્યમાં આજે પણ ‘રામરાજ્ય’ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ ભારતના અતિ સુંદર રાજ્ય નાગાલૅન્ડમાં લોકો એટલી હદ સુધી પ્રામાણિક છે કે ત્યાંની સ્થાનિક દુકાનોમાં કોઈ ચોકીદાર કે દુકાનદારની જરૂર પડતી નથી. ગ્રાહકો પોતે દુકાનમાં આવે છે, પોતાની જરૂરિયાતનો સામાન ખરીદે છે અને પ્રામાણિકતાથી એના પૈસા કૅશ-બૉક્સમાં અથવા ઑનલાઇન સ્કૅનર દ્વારા ચૂકવીને ચાલ્યા જાય છે.

નાગાલૅન્ડનાં નાનાં ગામડાંઓ અને કેટલાંક શહેરોમાં આ વ્યવસ્થા ખૂબ જ સામાન્ય છે. અહીં દિવસભર દુકાનો ખુલ્લી રહે છે અને એના માલિકો પોતાનાં અન્ય કામોમાં વ્યસ્ત હોય છે. ગ્રાહકો દુકાનમાં આવીને સામાનની કિંમત પ્રાઇસ-લિસ્ટ કે સ્કૅનર દ્વારા ચેક કરે છે. ત્યાર બાદ નિયત રકમ કૅશ-બૉક્સમાં જમા કરાવે છે અને જો પરચૂરણ પાછું લેવાનું હોય તો એ પણ જાતે જ ગણીને લઈ લે છે. દુકાનદારો સાંજે આવીને માત્ર હિસાબની ગણતરી કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં ચોરી કે ઉચાપતના કિસ્સાઓ નહીંવત્ અથવા શૂન્ય બરાબર જોવા મળે છે.



નાગાલૅન્ડની આ અનોખી પરંપરા પાછળ ત્યાંની આદિવાસી સંસ્કૃતિ અને મજબૂત સામુદાયિક મૂલ્યો જવાબદાર છે. અહીં લોકો એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે અને સમાજમાં નૈતિકતાનું સ્તર એટલું ઊંચું છે કે કોઈ પણ વ્યક્તિ ખોટું કામ કરતાં પહેલાં સો વાર વિચારે છે. માત્ર દુકાનો જ નહીં, ટૅક્સીચાલકો કે હોમસ્ટેના માલિકો પણ પ્રવાસીઓ પાસેથી ક્યારેય વધારાના પૈસા વસૂલ કરતા નથી.


તાજેતરમાં નાગાલૅન્ડની મુલાકાતે આવેલા કેટલાક પ્રવાસીઓએ આ અનોખી જીવનશૈલીના વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે, જે ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાં જ્યાં CCTV કૅમેરા અને મજબૂત તાળા-ચાવી વગર વેપાર કરવો અશક્ય છે ત્યાં નાગાલૅન્ડની આ સિસ્ટમ દેશભરના લોકો માટે એક મિસાલ પૂરી પાડી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 04:19 PM IST | Nagaland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK