Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નોએડા: ચોથા માળની બાલ્કનીમાંથી 6 વર્ષનો બાળક નીચે પડ્યો, કોઈ ઈજા નહીં

નોએડા: ચોથા માળની બાલ્કનીમાંથી 6 વર્ષનો બાળક નીચે પડ્યો, કોઈ ઈજા નહીં

Published : 29 November, 2026 07:08 PM | IST | Noida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિલ્ડિંગના સ્થાનિક લોકોએ બાળકને તપાસ્યું અને સદભાગ્યે જાણવા મળ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી. ચોથા માળેથી પડવા છતાં બાળક સુરક્ષિત રહેતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાળક બાલ્કનીમાંથી નીચે પડતું જોઈ શકાય છે.

CCTV ફૂટેજનો સ્ક્રીનશૉટ

CCTV ફૂટેજનો સ્ક્રીનશૉટ


ઉત્તર પ્રદેશના નોએડામાં, છ વર્ષનું એક બાળક ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગયું છતાં તેને કોઈ ઈજા થઈ નથી. બાળક સીધો જમીન પર પડવાને બદલે બીજા માળ પર આવેલા એક ફ્લૅટની કોંક્રિટની છત પર જઈ પડ્યું. આ ઘટના શુક્રવારે સાંજે લગભગ ૬:૦૦ વાગ્યે સૅક્ટર ૮૨ સ્થિત `ગ્રીન વ્યૂ અપાર્ટમેન્ટ્સ`માં બની હતી. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે.

બાલ્કનીમાંથી અચાનક નીચે પડ્યું બાળક



અહેવાલો મુજબ, બાળક અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સના ચોથા માળે આવેલા ફ્લૅટ ૪-ડી (4D) ની બાલ્કનીમાં ઊભું હતું, ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પડી ગયું. તે બીજા માળે આવેલા ફ્લૅટ  ૪-એ (4A) ની કોંક્રિટની છત પર જઈ પડ્યું. ઘટના બાદ સોસાયટીના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા. તેમણે જોયું કે બાળક જાતે જ ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને નીચે ઉતરવાનો રસ્તો શોધી રહ્યું હતું—આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા.


બાળક સંપૂર્ણ સુરક્ષિત, કોઈ ઈજા નહીં


બિલ્ડિંગના સ્થાનિક લોકોએ બાળકને તપાસ્યું અને સદભાગ્યે જાણવા મળ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી. ચોથા માળેથી પડવા છતાં બાળક સુરક્ષિત રહેતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાળક બાલ્કનીમાંથી નીચે પડતું જોઈ શકાય છે. આ ફૂટેજ સામે આવતા જ રહેણાંક ઈમારતોમાં બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બાળક તેની દાદી સાથે રહે છે

સોસાયટીના લોકોએ જણાવ્યા અનુસાર, આ છ વર્ષનું બાળક તેની દાદી સાથે રહે છે. તેના પિતા વિદેશમાં કામ કરે છે અને જાણવા મળ્યું છે કે બાળકના માતા-પિતા અલગ રહે છે. ઘટના સમયે, બાળકની દાદી કોઈ કામ માટે બજાર ગયાં હતાં. તે દરમિયાન જ બાલ્કનીમાં રહેલું બાળક અચાનક નીચે પડી ગયું. આ ઘટનાએ ઊંચી ઈમારતોમાં રહેતા પરિવારો માટે બાળકોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટના એક ગંભીર ચેતવણી સમાન છે કે જ્યારે પણ બાળકો બાલ્કનીમાં હોય, ત્યારે કેટલી સાવચેતી રાખવી જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 07:08 PM IST | Noida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK