Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નૉર્થ કોરિયામાં ગરમીથી બચવા સરકારે ડૉગ મીટ સૂપ પીવાની હિમાયત કરી, કહેવાય છે એનાથી ગરમી ઓછી લાગે છે

નૉર્થ કોરિયામાં ગરમીથી બચવા સરકારે ડૉગ મીટ સૂપ પીવાની હિમાયત કરી, કહેવાય છે એનાથી ગરમી ઓછી લાગે છે

Published : 06 August, 2026 03:30 PM | IST | Pyongyang
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભીષણ ગરમી વચ્ચે નૉર્થ કોરિયાએ લોકોને ડૉગ મીટ સૂપ પીવાની સલાહ આપી છે. સરકારી મીડિયા મુજબ આ પરંપરાગત વાનગી ગરમીથી થતી તકલીફો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે, જ્યારે સાઉથ કોરિયામાં ડૉગ મીટ પર પ્રતિબંધ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નૉર્થ કોરિયામાં ભીષણ ગરમી પડી રહી છે. અહીં ગરમી સહન થાય એ માટે એક પારંપરિક વાનગી પ્રમોટ કરવામાં આવી રહી છે. ડાંગોગી ગુક અથવા તો સ્વીટ મીટ સૂપ તરીકે જાણીતો શ્વાનના માંસનો સૂપ પીવાનું અહીંના સરકારી મીડિયા દ્વારા પ્રમોશન થઈ રહ્યું છે. સરકારી ઍડ્વાઇઝરીમાં કહેવાયું છે કે ગરમીને કારણે થતી બીમારીઓથી બચવા માટે ડાંગોગી ગુક, તરબૂચ, કાકડી, મગ, માછલી, દલિયા અને રેડ બીન્સ ખાવાં જોઈએ. સરકારી ચેતવણી મુજબ ગરમીને કારણે હૃદયની બીમારીઓ, ડાયાબિટીઝ અને હાઇપરથાઇરૉઇડિઝમ જેવી બીમારીઓ વકરી શકે છે. એ માટે પણ ડાંગોગી ગુક એટલે કે ડૉગીના માંસનો સૂપ પીવો. આ સલાહ પાડોશી દેશ સાઉથ કોરિયાથી સાવ જ અલગ છે. સાઉથ કોરિયામાં કૂતરાઓને મારવા, વેચવા, ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે જ્યારે નૉર્થ કોરિયામાં સરકાર એને પ્રોત્સાહન આપી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 03:30 PM IST | Pyongyang | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK