મોટા ભાગે લોકો લગ્નમાં આમંત્રણ આપવા માટે ગેસ્ટ-લિસ્ટમાં રિલેટિવ્ઝ અને ફ્રેન્ડ્સનાં નામ મર્યાદિત રાખતા હોય છે, પણ ગાઝીપુરના એક ભાઈ સિદ્ધાર્થ રાયે તેમની બહેનનાં લગ્નમાં અનોખો આઇડિયા અપનાવ્યો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં થયેલાં એક લગ્ન સમાચારમાં ચમક્યાં છે. જોકે આ મૅરેજ સેરેમની ફેમસ થવાનું કારણ કોઈ ભવ્ય ડેકોરેશન કે એવું કાંઈ નહોતું, પણ યુનિક સેલિબ્રેશન કોને કહેવાય એનું બધાના હૃદયને સ્પર્શી જાય એવું આયોજન હતું. મોટા ભાગે લોકો લગ્નમાં આમંત્રણ આપવા માટે ગેસ્ટ-લિસ્ટમાં રિલેટિવ્ઝ અને ફ્રેન્ડ્સનાં નામ મર્યાદિત રાખતા હોય છે, પણ ગાઝીપુરના એક ભાઈ સિદ્ધાર્થ રાયે તેમની બહેનનાં લગ્નમાં અનોખો આઇડિયા અપનાવ્યો. તેમણે ગેસ્ટની આગતાસ્વાગતા તો કરી જ, પણ સાથે આખા જિલ્લાના ભિક્ષુઓ અને બેઘર લોકોને પણ બહેનનાં લગ્નમાં ખાસ મહેમાન તરીકે આવકાર્યા અને મૅરેજ સેરેમનીમાં સામેલ કર્યા હતા.
View this post on Instagram
ADVERTISEMENT
આ બેઘર અને ભિક્ષુઓને વેન્યુ પર લઈ આવવાની વ્યવસ્થા પણ કરી હતી. તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું, ફૅમિલી-મેમ્બરની જેમ જ તેમને માનભેર સ્થાન પર બેસાડવામાં આવ્યા અને સંગીત-નાચગાનમાં પણ તેમને જોડવામાં આવ્યા હતા. ખાસ વાત તો એ હતી કે સમગ્ર ઉજવણીમાં એકેય વ્યક્તિને એવું ન લાગે કે તેઓ બહારના છે એ રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને સિદ્ધાર્થ રાયે કહ્યું હતું, ‘જરૂરિયાતમંદની સેવા કરવાથી જ આશીર્વાદ મળે છે.’


