Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓડિશાના કલાકારે પાંચ ઇંચના રથ બનાવ્યા, એમાં ૧ ઇંચની મૂર્તિઓ પણ બિરાજમાન છે

ઓડિશાના કલાકારે પાંચ ઇંચના રથ બનાવ્યા, એમાં ૧ ઇંચની મૂર્તિઓ પણ બિરાજમાન છે

Published : 17 July, 2026 01:49 PM | IST | ભુવનેશ્વર
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાના ભુવનેશ્વર પાસેના જટની ગામના પ્રસિદ્ધ મિનિએચર કલાકાર એલ. ઈશ્વર રાવે રથયાત્રાના અવસરે ખૂબ જ આકર્ષક અને અદ્દલ રિયલની જ મિની રેપ્લિકા હોય એવા મિનિએચર રથ બનાવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા એમ ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવ્યા છે.

ઓડિશાના કલાકારે પાંચ ઇંચના રથ બનાવ્યા, એમાં ૧ ઇંચની મૂર્તિઓ પણ બિરાજમાન છે

ઓડિશાના કલાકારે પાંચ ઇંચના રથ બનાવ્યા, એમાં ૧ ઇંચની મૂર્તિઓ પણ બિરાજમાન છે


ઓડિશાના ભુવનેશ્વર પાસેના જટની ગામના પ્રસિદ્ધ મિનિએચર કલાકાર એલ. ઈશ્વર રાવે રથયાત્રાના અવસરે ખૂબ જ આકર્ષક અને અદ્દલ રિયલની જ મિની રેપ્લિકા હોય એવા મિનિએચર રથ બનાવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા એમ ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવ્યા છે જે માત્ર પાંચ ઇંચના છે. ઇકો-ફ્રેન્ડ્લી રથ બનાવવા માટે સોપારીનાં પાન અને લીમડાંનાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલાકાર એલ. ઈશ્વર રાવે  ૭ દિવસમાં આ રથ તૈયાર કર્યા હતા. એ રથની અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની ૧ ઇંચની મૂર્તિઓ પણ સ્થાપિત કરી છે જે લીમડાની બની છે અને એનો શણગાર પણ કરવામાં આવ્યો છે. આ રથ અને મૂર્તિઓમાં એક પણ કૃત્રિમ ચીજનો ઉપયોગ નથી થયો. બધું જ કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 01:49 PM IST | ભુવનેશ્વર | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK