Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિવ્ય શક્તિનો દાવો કરતા બાબાએ પહાડ પરથી છલાંગ લગાવી, નીચે પછડાઈને મૃત્યુ પામ્યા

દિવ્ય શક્તિનો દાવો કરતા બાબાએ પહાડ પરથી છલાંગ લગાવી, નીચે પછડાઈને મૃત્યુ પામ્યા

Published : 04 July, 2026 02:48 PM | IST | Amaravati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર પ્રદેશમાં ૪૯ વર્ષના એક બાબાએ પણ આવા જ દિવ્ય શક્તિના દાવા કરીને અનેક લોકોની નજરો સામે સ્ટન્ટ કર્યો હતો અને જીવ ગુમાવ્યો હતો

આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે

અજબ ગજબ

આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે


આસ્થાનો અર્થ અંધવિશ્વાસ કદી ન હોઈ શકે, પરંતુ કેટલાક લેભાગુ બાબાઓ આસ્થા અને દિવ્ય શક્તિના નામે કંઈ પણ દાવાઓ કરે છે. આંધ્ર પ્રદેશમાં ૪૯ વર્ષના એક બાબાએ પણ આવા જ દિવ્ય શક્તિના દાવા કરીને અનેક લોકોની નજરો સામે સ્ટન્ટ કર્યો હતો અને જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે. આ બાબા પહાડની કિનારીએ પૂજાવિધિ કરી રહ્યા છે. એ પછી બે મોટા પથ્થરો કપડામાં લપેટીને પોતાના ખભે ભરાવે છે. એ પછી પણ કંઈક વિધિઓ કરતાં-કરતાં બાબા પહાડની કિનારીએ ચાલે છે અને પછી અચાનક જાણે પાંખો આવી હોય એમ બે હાથ પહોળા કરીને પહાડની કિનારીએથી છલાંગ લગાવે છે. હવામાં ઊડવાનો દાવો કરતા બાબાજી સીધા નીચેના ખડકો પર અફળાતા જાય છે અને નીચે પડે ત્યાં સુધીમાં તેમનું શરીર નિશ્ચેતન થઈ ગયેલું દેખાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 02:48 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK