Online Payment Failure Reveals Man`s Affair: એક વ્યક્તિએ ફાર્મસીમાંથી ગર્ભનિરોધક ગોળીઓ ખરીદી અને ઓનલાઈન પેમેન્ટ કર્યું, પરંતુ પેમેન્ટ ફાઇલ થઈ ગયું. જ્યારે ફાર્મસી કર્મચારીને વાતની જાણ થઈ, ત્યારે તેણે કાર્ડ સાથે સંકળાયેલા ફોન નંબર પર ફોન કર્યો અને...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
એક વ્યક્તિએ ફાર્મસીમાંથી ગર્ભનિરોધક ગોળીઓ ખરીદી અને ઓનલાઈન પેમેન્ટ કર્યું, પરંતુ પેમેન્ટ ફાઇલ થઈ ગયું. જ્યારે ફાર્મસી કર્મચારીને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે મેમ્બરશીપ કાર્ડ સાથે સંકળાયેલા ફોન નંબર પર ફોન કર્યો અને આ કોલ આકસ્મિક રીતે તેની પત્ની સુધી પહોંચી ગયો, જેના પછી તેના એકસ્ટ્રા મેરિટલ સંબંધનો ખુલાસો થયો. ઓનલાઈન પેમેન્ટે તે વ્યક્તિનું લગ્નજીવન બરબાદ કરી દીધું અને તેના લાંબા સમયથી ચાલતા સિક્રેટ અફેરનો ખુલાસો કર્યો. આ મામલો ચીનના ગુઆંગડોંગ પ્રાંતના યાંગજિયાંગ શહેરનો છે. આ માણસે દાવો કર્યો હતો કે આ ઘટનાએ બે પરિવારોને બરબાદ કરી દીધા હતા અને તેના માટે ફાર્મસીને જવાબદાર ઠેરવી હતી. તેણે દવાની રસીદ અને યાંગજિયાંગ પબ્લિક સિક્યુરિટી બ્યુરોની ગાઓક્સિન શાખા હેઠળના પિંગગાંગ પોલીસ સ્ટેશન દ્વારા 12 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ પોલીસ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
૨૦૦ રૂપિયાનું પેમેન્ટ નિષ્ફળ ગયું અને જીવન બરબાદ થઈ ગયું
અહેવાલ અનુસાર, ચીનના યાંગજિયાંગમાં એક વ્યક્તિ ફાર્મસીમાં ગયો અને ગર્ભનિરોધક ગોળીઓ માટે તેના મોબાઇલ ફોનથી ૧૫.૮ યુઆન એટલે કે લગભગ ૨૦૦ રૂપિયા ચૂકવ્યા. પરંતુ, સિસ્ટમમાં ખામીને કારણે, વ્યવહાર પૂર્ણ થઈ શક્યો નહીં. જ્યારે ફાર્મસી કર્મચારીને આ વિશે ખબર પડી, ત્યારે તેણે પૈસા મેળવવા માટે તે વ્યક્તિના મેમ્બરશીપ કાર્ડ સાથે સંકળાયેલા ફોન નંબર પર ફોન કર્યો. ભૂલથી ફોન તેની પત્ની સુધી પહોંચી ગયો અને તેણે ખરીદી વિશે પૂછ્યું. ફાર્મસી કર્મચારીએ કહ્યું કે આ ચુકવણી ગર્ભનિરોધક ગોળીઓ માટે હતી, જેનાથી તરત જ તે વ્યક્તિના લગ્નેત્તર સંબંધનો ખુલાસો થયો.
ADVERTISEMENT
શું આ માણસના તૂટેલા લગ્ન માટે ફાર્મસી જવાબદાર છે?
આ માણસે દાવો કર્યો હતો કે આ ઘટનાએ બે પરિવારોને બરબાદ કરી દીધા હતા અને તેના માટે ફાર્મસીને જવાબદાર ઠેરવી હતી. તેણે દવાની રસીદ અને યાંગજિયાંગ પબ્લિક સિક્યુરિટી બ્યુરોની ગાઓક્સિન શાખા હેઠળના પિંગગાંગ પોલીસ સ્ટેશન દ્વારા 12 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ પોલીસ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. હેનાન ઝેજિન લો ફર્મના ડિરેક્ટર ફુ જિયાને કહ્યું કે આ માણસ કાનૂની કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તે મુશ્કેલ હશે.
પુરુષની બેવફાઈ તેના પરિવારના તૂટવાનું મુખ્ય કારણ છે
લૉ ફર્મના ડિરેક્ટર ફુ જિયાને જણાવ્યું હતું કે, "પુરુષની બેવફાઈ તેના પરિવારના તૂટવાનું મુખ્ય કારણ છે અને તેણે આ સ્વીકારવું જ જોઈએ. બીજી બાજુ, જો ફાર્મસીએ તેની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું હોય, તો તેને કાયદેસર રીતે જવાબદાર પણ ઠેરવવું જોઈએ." તેમણે વધુમાં કહ્યું કે, પુરુષે ફાર્મસીના ખુલાસાઓ અને તેના લગ્ન તૂટવા વચ્ચે સીધી કડી દર્શાવતા પૂરતા પુરાવા આપવા પડશે, કારણ કે ફોન કોલ કાયદેસર લાગે છે અને તેનો હેતુ માહિતી લીક કરવાનો નહોતો. આનાથી પુરુષ માટે તેના અધિકારોના ઉલ્લંઘનનો દાવો કરવો અત્યંત મુશ્કેલ બને છે.

