Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૩ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દીકરાનાં દર રામનવમીએ તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવે છે પેરન્ટ્સ

૨૩ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દીકરાનાં દર રામનવમીએ તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવે છે પેરન્ટ્સ

Published : 29 March, 2026 03:00 PM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યુગલ હજીયે દર વર્ષે દીકરાનાં તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવે છે.

દીકરા અને તેની પ્રેમિકાની એક મૂર્તિ બનાવીને નાનું મંદિર જેવું બનાવ્યું છે

અજબ ગજબ

દીકરા અને તેની પ્રેમિકાની એક મૂર્તિ બનાવીને નાનું મંદિર જેવું બનાવ્યું છે


તેલંગણના મહબૂબાબાદ જિલ્લામાં એક ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે. લાલુ અને સુકમા નામનું યુગલ છેલ્લાં ૨૩ વર્ષથી પોતાના દીકરાના દર રામનવમીએ સાંકેતિક લગ્ન કરાવે છે. સાંકેતિક એટલા માટે કેમ કે હવે તેમનો દીકરો હયાત નથી. એક અકસ્માતમાં અચાનક જ દીકરો ગુજરી ગયો હતો. એ પછી એકના એક દીકરાની યાદમાં પતિ-પત્નીએ જિંદગી ગુજારી નાખી છે. તેમના દીકરાનું નામ હતું રામ કોટી. જ્યારે તેનો અકસ્માત થયો એ વખતે તેની એક ગર્લફ્રેન્ડ હતી. દીકરો લગ્ન કરવા માગતો હતો, પરંતુ પ્રેમિકાના પેરન્ટ્સ તૈયાર નહોતા. દીકરાની લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી જતાં તેનાં માતા-પિતા લાલુ અને સુકમાએ રામનવમીએ તેની અધૂરી ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે દીકરા અને તેની પ્રેમિકાની એક મૂર્તિ બનાવીને નાનું મંદિર જેવું બનાવ્યું છે. દીકરાને વિદાય લીધે ૨૩ વર્ષ થઈ ગયાં છે. એમ છતાં આ યુગલ હજીયે દર વર્ષે દીકરાનાં તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 03:00 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK