Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંચ મહિના સુધી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરે નવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો

પાંચ મહિના સુધી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરે નવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો

Published : 24 August, 2026 04:47 PM | IST | Moga
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબના મોગામાં ૩૧.૩૦ લાખ રૂપિયાની નવી કારનું RC પાંચ મહિના સુધી ન મળતાં માલિકે અનોખો વિરોધ કર્યો. તેણે કારને ઘાસચારો લાદીને બળદ સાથે બાંધી અને રસ્તા પર ખેંચાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.

પાંચ મહિના સુધી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરેનવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો

પાંચ મહિના સુધી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરેનવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો


પંજાબના મોગામાં નવી કાર ખરીદ્યા પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતાં માલિકે અનોખા અંદાજમાં રસ્તા પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ૩૧.૩૦ લાખ રૂપિયાની કાર ખરીદનારા દવિંદરપાલ સિંહને પાંચ મહિના પછી પણ RC ન મળતાં તેમણે ઘાસચારો લાદીને કારને બળદ સાથે બાંધી હતી અને બળદ પાસે કાર ખેંચાવીને રોડ પર નીકળી પડ્યા હતા. તેમનો આરોપ છે કે કાર ખરીદી એ વખતે બિલિંગમાં કંઈક ગરબડ થતાં ગાડીનું રજિસ્ટ્રેશન અટકી પડ્યું છે. RC ન હોવાથી કાર લઈને ક્યાંય જઈ પણ શકાતું નથી અને ગૅરેજમાં પડ્યે-પડ્યે કાર ખરાબ થઈ રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નહોતો એટલે આખરે તેણે બળદ જોતરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. દવિંદરપાલનું કહેવું છે કે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે તે ચંડીગઢની ઑફિસ પર પહોંચ્યા તો તેને કહેવામાં આવ્યું કે બિલિંગમાં નોંધાયેલી રકમ અને RTOના રેકૉર્ડમાં નોંધાયેલી રકમમાં અંતર છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 04:47 PM IST | Moga | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK