Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોચિંગ ક્લાસિસમાં બાળકને પાંચ કલાકથી વધુ ભણાવી નહીં શકાય

કોચિંગ ક્લાસિસમાં બાળકને પાંચ કલાકથી વધુ ભણાવી નહીં શકાય

Published : 24 August, 2026 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોના મેન્ટલ વેલબીઇંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે નવો કાયદો લાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર પ્રાઇવેટ કોચિંગ સેન્ટર્સ (રજિસ્ટ્રેશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ, 2026નો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ઉદ્દેશ રાજ્યભરના પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસને રેગ્યુલેટરી નેટવર્ક હેઠળ લાવવાનો છે. કોચિંગ ક્લાસિસમાં પાંચ કલાકથી વધુ સમય માટે બાળકને ભણાવવા પર પ્રતિબંધ મૂકવાનો મુખ્ય મુદ્દો આ પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત કાયદો રજિસ્ટ્રેશન, ફી, વિદ્યાર્થીઓની સલામતી, વેલબીઇંગ, કાઉન્સેલિંગ, વર્કિંગ કન્ડિશન અને ફરિયાદ નિવારણ પર ફોકસ કરશે.
પ્રસ્તાવિત કાયદો પચીસથી વધુ વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડતા કોચિંગ અથવા ટ્યુશન ક્લાસિસને લાગુ પડશે, જ્યારે ઇન્ટિગ્રેટેડ કોચિંગ અથવા ડમી સ્કૂલ મૉડલ પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. કોચિંગ ક્લાસિસને બેઝમેન્ટમાં ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને એવા લોકોની ભરતી પર પ્રતિબંધ મૂક્યો છે જેમની સામે કૉગ્નિઝેબલ ગુનો નોંધાયેલો છે. સ્કૂલ એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં ૪ સપ્ટેમ્બરે સાંજે ૬ વાગ્યા સુધી જનતા પાસેથી સૂચનો અને વાંધા મગાવ્યાં છે.

પ્રસ્તાવિત કાયદામાં જણાવાયું છે કે... 
૧૩ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરોમાં ભણાવી નહીં શકાય. 
કેન્દ્રોને વિદ્યાર્થીઓ અને વાલીઓને ભ્રામક વચનો આપવાની અથવા રૅન્ક અથવા સારા માર્ક્સની ખાતરી આપવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
દિવસમાં કોચિંગના કલાકો મર્યાદિત રહેશે અને પાંચ કલાક જ ભણાવી શકાશે
કોચિંગના કલાકો પણ સવારે વહેલા અથવા સાંજે ખૂબ મોડા ન કરવા જોઈએ.
પ્રસ્તાવિત કાયદો વિદ્યાર્થીઓના માનસિક વેલબીઇંગ પર નોંધપાત્ર ભાર મૂકે છે. કોચિંગ સેન્ટરોએ કાઉન્સેલિંગ સિસ્ટમ્સ વિકસાવવી પડશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપલબ્ધ કાઉન્સેલરો અથવા મનોવૈજ્ઞાનિકો વિશે માહિતી પૂરી પાડવી પડશે. 
મિડ-કોર્સ ફી વધારી શકાશે નહીં.
કેન્દ્રોએ ફીની ચુકવણી અથવા આંશિક ચુકવણી પર તરત જ રસીદ આપવી પડશે. 
દરેક અભ્યાસક્રમ માટે ફી સ્પષ્ટ રીતે જાહેર કરવી પડશે. જાહેર કરાયેલી 
કોર્સ-ફીમાં પ્રોસ્પેક્ટસ, નોટ્સ, એજ્યુકેશનલ મટીરિયલ, ઇન્ટર્નલ એક્ઝામ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓનો સમાવેશ થશે.
કોઈ કોચિંગ સેન્ટર ડમી સ્કૂલ તરીકે નહીં ચાલે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK