Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જિમ-ટ્રેઇનરે પોતાના ટી-શર્ટનો પરસેવો નિચોવીને યુવકને પીવડાવ્યો

જિમ-ટ્રેઇનરે પોતાના ટી-શર્ટનો પરસેવો નિચોવીને યુવકને પીવડાવ્યો

Published : 02 August, 2026 01:03 PM | IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબના એક જિમમાં ટ્રેઇનરે યુવકને પોતાનો પરસેવો પીવડાવતો વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો. સોશિયલ મીડિયા પર ટીકા બાદ ટ્રેઇનરે આને માત્ર રીલ માટેનો સ્ટન્ટ ગણાવી માફી માંગી.

જિમ-ટ્રેઇનરે પોતાના ટી-શર્ટનો  પરસેવો નિચોવીને યુવકને પીવડાવ્યો

જિમ-ટ્રેઇનરે પોતાના ટી-શર્ટનો પરસેવો નિચોવીને યુવકને પીવડાવ્યો


પંજાબમાં એક જિમ-ટ્રેઇનરે તેની પાસે વર્કઆઉટ કરવા આવતા એક યુવાનને પોતાનો પરસેવો પીવડાવ્યો હતો. આ પરસેવા માટે તેણે પોતાનું ટી-શર્ટ નીચોવ્યું અને એમાંથી નીકળેલું પ્રવાહી યુવકના મોંમાં રેડ્યું અને કહ્યું કે આ પીશ તો મસ્ત તગડો થઈ જઈશ. આ ઘટનાનો ૮ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પર પહોંચ્યો તો હોબાળો મચી ગયો. અમૃતસરના એક જિમની આ ઘટના છે, જેમાં જિમ-ટ્રેઇનર પોતાના ટી-શર્ટને નિચોવે છે અને યુવાન બે હાથમાં પરસેવો ઝીલીને એ પીએ છે. ટ્રેઇનરનો દાવો છે કે તેણે આ મજાક ખાતર કર્યું હતું અને આનો વિડિયો પોસ્ટ નહીં કરવાનું યુવકને કહ્યું હતું. સોશ્યલ મીડિયા પર જબરી થૂથૂ થયા પછી ટ્રેઇનર તેજબીર સિંહે માફી માગીને કહ્યું હતું કે આ વિડિયો માત્ર રીલ બનાવવા માટે ભજવાયો હતો, પણ હવેથી આવી કન્ટેન્ટ નહીં બનાવું.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 01:03 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK