એ કોઈ લગ્નની જાન નહોતી. સેન્ટ્રલ રેલવેના એક કર્મચારી નિવૃત થયા હતા અને તેમને સેન્ડઑફ આપવા આ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયામાં એક વિડિયો ધૂમ મચાવી રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના પ્લૅટફૉર્મ-નંબર ૩ પર જોરદાર જોણું થયું હતું. લગ્નની જાન નીકળી હોય એવો માહોલ જામ્યો હતો. બૅન્ડવાજાંવાળાઓનાં ગીતો અને ડ્રમના તાલે સજીધજીને તૈયાર થયેલી મહિલાઓ ઘૂમટો તાણીને એ ગીતો પર નાચતી જોવા મળી હતી અને જાનૈયાઓ તેમનો વિડિયો ઉતારી રહ્યા હોવાનું જોઈને અનેક રેગ્યુલર કમ્યુટર્સ પણ બે ઘડી ઊભા રહી એ જોઈને આગળ વધતા હતા. જોકે એ કોઈ લગ્નની જાન નહોતી. સેન્ટ્રલ રેલવેના એક કર્મચારી નિવૃત થયા હતા અને તેમને સેન્ડઑફ આપવા આ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ બૅન્ડ-બાજા સાથે બિદાઈનો અનોખો પ્રસંગ રંગેચંગે ઊજવાયો હતો.
