આ કાદવ માર્બલને ઘસવાથી નીકળતો ચીકણો કચરો હતો. આ કાદવ લિટરલી કળણ જેવો જ હોય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજસ્થાનના કિશનગઢમાં માર્બલ ફૅક્ટરીમાં ઑપરેટર તરીકે કામ કરતો એક યુવક ફોન પર વાતો કરતાં-કરતાં ફરી રહ્યો હતો અને અચાનક જ કાદવમાં ફસાઈ પડ્યો. આ કાદવ માર્બલને ઘસવાથી નીકળતો ચીકણો કચરો હતો. આ કાદવ લિટરલી કળણ જેવો જ હોય છે. એમાં તમે જેટલી વધુ બહાર નીકળવાની કોશિશ કરો એટલા વધુ અંદર ખૂંપતા જાઓ. તેનું ખભા સુધીનું શરીર કાદવમાં ખૂંપી ગયું હતું. જોકે એ જગ્યાએ કેટલાક લોકો ઊભા હતા તેમણે તરત જ મદદ કરીને યુવકને કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરી. કાદવ એટલો કડક હતો કે હાથ આપીને માણસને એમાંથી બહાર કાઢી શકાય એમ નહોતો. લગભગ એક કલાક સુધી લોકોએ એમ જ માણસને ખેંચવાની અને કાઢવાની કોશિશ કરી, પણ સફળતા ન મળી. આખરે ક્રેન બોલાવવામાં આવી. ક્રેનને પટ્ટો બાંધીને એ પટ્ટાની મદદથી કાદવમાં ખૂંપેલા માણસને ખેંચી કાઢવામાં આવ્યો હતો. જોકે દોઢ-બે કલાક સુધી કાદવમાં ફસાઈ જવાને કારણે શરૂઆતમાં તેના પગ જાણે ખોટા પડી ગયા હોય એવું લાગતું હતું.
સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે માર્બલની ફૅક્ટરી પાસેની ખુલ્લી જમીનમાં પથ્થર ઘસ્યા પછી નીકળતી સ્લરી છોડવામાં આવે છે એને કારણે જમીન કાદવવાળી થઈ ગઈ છે અને એ જોખમી થઈ ગઈ છે.


