Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથણીએ આપ્યો જોડિયા બચ્ચાંને જન્મ, એને વન્યજીવનિષ્ણાતોએ અતિ દુર્લભ કેસ ગણ્યો

હાથણીએ આપ્યો જોડિયા બચ્ચાંને જન્મ, એને વન્યજીવનિષ્ણાતોએ અતિ દુર્લભ કેસ ગણ્યો

Published : 21 May, 2026 10:39 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અદ્ભુત ઘટના બાદ જિમ કોર્બેટના વન-અધિકારીઓ અને મેડિકલ ટીમ સતત નવજાત જોડિયા બચ્ચાં અને માતાની તબિયત પર નજર રાખી રહી છે

હાથણીએ જોડિયા બચ્ચાને જન્મ આપ્યો છે.

અજબ ગજબ

હાથણીએ જોડિયા બચ્ચાને જન્મ આપ્યો છે.


ઉત્તરાખંડના પ્રખ્યાત જિમ કૉર્બેટ નૅશનલ પાર્કમાંથી વન્યજીવપ્રેમીઓ માટે એક બેહદ રોમાંચક અને આનંદના સમાચાર સામે આવ્યા છે. અહીં એક હાથણીએ જોડિયા બચ્ચાને જન્મ આપ્યો છે. ઇન્ડિયન ફૉરેન સર્વિસ (IFS) ઑફિસર હિમાંશુ ત્યાગીએ સોશ્યલ મીડિયા પર આ વિશે વિગતવાર માહિતી શૅર કરીને જણાવ્યું છે કે હાથીઓમાં જોડિયા બચ્ચાનો જન્મ થવો એ અત્યંત દુર્લભ બાબત છે અને આવી ઘટનાઓ એક ટકા કરતાં પણ ઓછા કિસ્સામાં જોવા મળે છે.

આ વૈજ્ઞાનિક વિરલતા પાછળનાં મુખ્ય કારણો વિશે IFS અધિકારી હિમાંશુ ત્યાગીનું કહેવું છે કે ‘સામાન્ય રીતે હાથીનું માત્ર એક જ બચ્ચું જન્મ સમયે અંદાજે ૭૦થી ૧૨૦ કિલો જેટલું ભારે હોય છે. આવા સંજોગોમાં ગર્ભમાં એકસાથે બે બચ્ચાંને ઉછેરવાં અને એમનું વજન વહન કરવું એ માતૃત્વની દૃષ્ટિએ હાથણી માટે શારીરિક અને ચયાપચયની ક્રિયાની રીતે અત્યંત કઠિન અને મોટો બોજ બની જાય છે. હાથીઓમાં ગર્ભધારણનો સમયગાળો  પૃથ્વી પરનાં તમામ સસ્તન પ્રાણીઓમાં સૌથી લાંબો એટલે કે બાવીસથી ૨૪ મહિનાનો હોય છે. આટલા લાંબા સમય સુધી બે બચ્ચાંને ગર્ભમાં સુરક્ષિત રાખવાં એ હાથિણી માટે મોટો પડકાર છે.’



આ અદ્ભુત ઘટના બાદ જિમ કોર્બેટના વન-અધિકારીઓ અને મેડિકલ ટીમ સતત નવજાત જોડિયા બચ્ચાં અને માતાની તબિયત પર નજર રાખી રહી છે. વન્યજીવનિષ્ણાતોના મતે કુદરતી વાતાવરણમાં જોડિયા બચ્ચાંનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ એક પડકાર હોય છે. તેથી એમની વિશેષ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિશ્વભરના પ્રકૃતિપ્રેમીઓ અને વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 10:39 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK