આ ઘટના પછી ઢાબામાં હાજર બધા હક્કાબક્કા રહી ગયા
હીંમાંથી નીકળ્યો મરેલો ઉંદર
ઉત્તર પ્રદેશના ગાઝીપુર-વારાણસી નૅશનલ હાઇવે પર બહુ જાણીતું સમ્રાટ ઢાબા હંમેશાં ગ્રાહકોથી હર્યુંભર્યું રહેતું હતું. ૨૦ વર્ષથી આ ઢાબું ખૂબ પ્રખ્યાત હતું. જોકે ગુરુવારે રાતે કેટલાક લોકો યાત્રા દરમ્યાન અહીં જમવા રોકાયા હતા. તેમણે જમવાની સાથે દહીં પણ મગાવ્યું હતું. દહીંની ડિશ ખાવા માટે ચમચી અંદર નાખી ત્યારે એમાં કાળું અને કડક થઈ ગયેલું કંઈક દેખાયું. દહીં હટાવતાં ખબર પડી કે એ ટચૂકડો ઉંદર હતો. આ ઘટના પછી ઢાબામાં હાજર બધા હક્કાબક્કા રહી ગયા. એ પછી તરત ગ્રાહકોએ એનો વિડિયો બનાવ્યો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધો જે રાતોરાત વાઇરલ થઈ ગયો. આ વિડિયો પરથી ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને FSDA જાતે પગલાં લઈને સમ્રાટ ઢાબા પર કાર્યવાહી કરી હતી. પ્રારંભિક તપાસમાં સમ્રાટ ઢાબાના માલિકે કબૂલ્યું હતું કે તેમને ત્યાં દહીંમાં ઉંદર નીકળ્યો હતો. તપાસ રદમ્યાન કિચનમાં પણ ગંભીર ગંદકી અને અનિયમિતતા જોવા મળી હતી. ઢાબાની પાછળના ખુલ્લા ખેતરમાંથી ઉંદરો અને કીટ-પતંગિયાંઓનું આવવું-જવું સામાન્ય હતું. તપાસ પછી અધિકારીઓએ ઢાબાને સીલ કરી દીધું હતું.


