Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાલતી બસનાં પાછળનાં બન્ને પૈડાં એકસાથે નીકળી ગયાં, છતાં બસના તમામ યાત્રીઓ આબાદ બચી ગયા

ચાલતી બસનાં પાછળનાં બન્ને પૈડાં એકસાથે નીકળી ગયાં, છતાં બસના તમામ યાત્રીઓ આબાદ બચી ગયા

Published : 21 June, 2025 04:20 PM | Modified : 22 June, 2025 07:04 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉલીવુડની ફિલ્મ ‘ફાઇનલ ડેસ્ટિનેશન’માં લોકોનાં મૃત્યુ પાછળ એવા અજીબોગરીબ હાદસાઓ દેખાડવામાં આવ્યા છે જે માન્યામાં પણ ન આવે. જોકે તામિલનાડુમાં એક બસ સાથે દુર્ઘટના ઘટી જે આ ફિલ્મમાં દેખાડેલી ઘટનાનું પુનરાવર્તન થતું હોય એવી હતી.

ચાલતી બસનાં પાછળનાં બન્ને પૈડાં એકસાથે નીકળી ગયાં

ચાલતી બસનાં પાછળનાં બન્ને પૈડાં એકસાથે નીકળી ગયાં


હૉલીવુડની ફિલ્મ ‘ફાઇનલ ડેસ્ટિનેશન’માં લોકોનાં મૃત્યુ પાછળ એવા અજીબોગરીબ હાદસાઓ દેખાડવામાં આવ્યા છે જે માન્યામાં પણ ન આવે. જોકે તામિલનાડુમાં એક બસ સાથે દુર્ઘટના ઘટી જે આ ફિલ્મમાં દેખાડેલી ઘટનાનું પુનરાવર્તન થતું હોય એવી હતી. તામિલનાડુમાં એક બસ ચાલી રહી હતી ત્યારે અચાનક જ એની પાછળનાં બન્ને પૈડાં નીકળી જાય છે. બસની હાલત જોઈને એવું લાગે છે કે કદાચ આ દુર્ઘટનામાં બહુ લોકો ઘાયલ થયા હશે, પરંતુ ગનીમત એ હતી કે બન્ને પૈડાં નીકળી ગયાં હોવા છતાં કોઈને કશું જ થયું નહોતું. @thinak અકાઉન્ટ પર શૅર થયેલો વિડિયો તામિલનાડુના ઇદાઇકલ ગામનો છે. બસનાં પાછળનાં પૈડાંને જોડતો આખો એક્સેલ જ નીકળી ગયો હોવાથી બસ પાછળથી આખી બેસી ગઈ હતી. આખો ડંડો જ નીકળી ગયો હોવાથી આગળનાં પૈડાં પર બસ થોડેક દૂર સુધી ઘસડાઈ હતી અને પછી અટકી ગઈ હતી. બસમાં ૮૭ લોકો સફર કરી રહ્યા હતા, પણ એકેયને કંઈ નથી થયું.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2025 07:04 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK