દરિયાઈ પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ આ સામાન ત્રણ સદી પહેલાંનો હોઈ શકે છે
અજબગજબ
અવશેષ
કોલમ્બિયા પાસેના કૅરિબિયન સમુદ્રમાં દરિયાના પેટાળમાં અમુક કાચની બૉટલ્સ, ઍન્કર્સ અને સદીઓ જૂનાં વાસણોનો ખજાનો મળ્યો છે. દરિયાઈ પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ આ સામાન ત્રણ સદી પહેલાંનો હોઈ શકે છે. ૩૦૦થી વધુ વર્ષ પહેલાં સ્પૅનિશ શિપ અહીં ડૂબી ગયેલી એવું મનાય છે. આ શિપનો બીજો કોઈ ભંગાર નથી દેખાતો, પરંતુ છૂટીછવાઈ ચીજો મળી છે એટલે હવે દરિયાખેડુઓ શિપના અવશેષ ફંફોસવા માટેની નવી ટીમ દરિયામાં ઉતારી રહ્યા છે.