રેતીનો રામદરબાર બનાવવા માટે કલાકારોએ લગાતાર ૭ દિવસ સાધના કરી હતી. રામ દરબારની થીમ પર આધારિત આ સૌથી મોટું રેતશિલ્પ હતું. આ આર્ટવર્કને બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે એની વિગતો મોકલવામાં આવી છે.
રેતીથી બન્યો રામ દરબાર
દિવાળીની પૂર્વસંધ્યાએ અયોધ્યામાં સૌથી વધુ દીવડા પ્રજ્વલિત કરવાનો વિશ્વવિક્રમ બન્યો હતો. જોકે આ વર્ષે રામનગરીમાં દીપોત્સવની સાથે આસ્થા અને કળાનો બીજો એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સરયૂ નદીના પટ પર રેતીથી ભવ્ય રામદરબાર અને રામ મંદિરની કલાકૃતિ બનાવવામાં આવી હતી એને પણ વિશ્વ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે.
પ્રખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ મધુરેન્દ્ર કુમારે સાથીઓની સાથે મળીને ૨૨૦ ટન રેતીમાંથી ૫૮ ફુટ લાંબી અને ૨૦ ફુટ ઊંચી કલાકૃતિ તૈયાર કરી છે. રામ કથા પાર્કમાં બનેલી આ કૃતિને વિશ્વશાંતિ, માનવતા અને ભાઈચારાના સંદેશ સાથે બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT