૮ હથિયારબંધ લૂંટારાઓ ગ્રાહક બનીને શોરૂમમાં દાખલ થયા હતા અને પછી બંદૂક બતાવીને કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી લીધા હતા. ગૅન્ગે બધાના હાથ બાંધી દીધા અને ફોન છીનવી લીધા હતા.
બિહારમાં લૂંટ
બિહારના બતિયામાં આવેલા સેનકો ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સના શોરૂમમાં બુધવારે બપોરે લૂંટારાઓની ટોળકી ત્રાટકી હતી. ૮ હથિયારબંધ લૂંટારાઓ ગ્રાહક બનીને શોરૂમમાં દાખલ થયા હતા અને પછી બંદૂક બતાવીને કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી લીધા હતા. ગૅન્ગે બધાના હાથ બાંધી દીધા અને ફોન છીનવી લીધા હતા. વિરોધ કરનારા બે કર્મચારીઓના માથા પર વાર કરીને તેમને ઘાયલ કરી દીધા. માત્ર ૧૫ મિનિટમાં જ શોરૂમમાંથી દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે બદમાશો શોરૂમમાંથી નીકળતી વખતે ધમકી આપીને ગયા હતા કે ‘આ તો ટ્રેલર છે, ફિલ્મ હજી બાકી છે, અમે ફરી આવીશું.’ નવાઈની વાત એ હતી કે કોઈએ બુકાનીથી મોં છુપાવ્યું નહોતું. બિહાર પોલીસે શોરૂમના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજ પરથી આઠેય આરોપીઓની ઓળખ કરી લીધી છે.
