રશિયામાં યોજાયેલા સ્ટૅન્ડ-અપ પૅડલ ફેસ્ટિવલમાં 10 હજારથી વધુ લોકોએ વિવિધ નદીઓમાં એકસાથે પૅડલ બોર્ડિંગ કરીને અનોખો નજારો સર્જ્યો. સેન્ટ પીટર્સબર્ગમાં સૌથી મોટો મેળાવડો જોવા મળ્યો.
૧૦,૦૦૦ લોકો નદીમાં ઊતર્યા એકસાથે સ્ટૅન્ડ-અપ પૅડલ લગાવવા
રશિયાની નદીઓમાં ગઈ કાલે એક ખાસ સ્ટૅન્ડ-અપ પૅડલ ફેસ્ટિવલ યોજાયો હતો. આ ઉત્સવમાં લોકો એક સાથે પૅડલ બોર્ડ લઈને નદીમાં ઊતરે છે અને ઊભા રહીને સીધાં હલેસાં મારે છે. એકસાથે અલગ-અલગ નદીઓમાં એક જ સમયે લોકો નદીમાં ઊતરે છે. રશિયાના સૅન્ટ પીટર્સબર્ગમાં નેવા નદી પાસે સૌથી મોટો મેળાવડો ભેગો થયેલો. આખા રશિયામાં ૧૦,૦૦૦થી વધુ લોકો પૅડલ બોર્ડ લઈને નીકળ્યા હતા.
