Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જાદુટોણા કરવા હવે સ્મશાનમાં કે તાંત્રિક પાસે જવાની જરૂર નથી, ઑનલાઇન પણ થઈ શકશે

જાદુટોણા કરવા હવે સ્મશાનમાં કે તાંત્રિક પાસે જવાની જરૂર નથી, ઑનલાઇન પણ થઈ શકશે

Published : 03 November, 2026 12:41 PM | Modified : 03 November, 2026 01:15 PM | IST | Scotland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૂની કે અંગત ચીજો વેચવા માટેની Etsy જેવી વેબસાઇટ્સ પર કેટલીક મહિલાઓ પોતાને વિચ એટલે કે ચુડેલ ગણાવીને જાતજાતના સુપરસ્ટિશન્સ ફેલાવી રહી છે. આ મહિલાઓ જાદુટોણા કરીને જીવનની મુસીબતો દૂર કરવાની ગૅરન્ટી આપે છે.

સ્કૉટલૅન્ડની ૨૪ વર્ષની ઍલેશિયા કાહિલ

અજબ ગજબ

સ્કૉટલૅન્ડની ૨૪ વર્ષની ઍલેશિયા કાહિલ


ટેક્નૉલૉજીની દૃષ્ટિએ આપણે વધુ સમૃદ્ધ થઈ રહ્યા છીએ, પરંતુ એનો મતલબ એ નથી કે દુનિયા વધુ ને વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવતી થઈ હોય. ઇન ફૅક્ટ, અંધશ્રદ્ધાની વાતો ફેલાવવામાં પણ આ જ ટેક્નૉલૉજી હવે માધ્યમ બની રહી છે. જૂની કે અંગત ચીજો વેચવા માટેની Etsy જેવી વેબસાઇટ્સ પર કેટલીક મહિલાઓ પોતાને વિચ એટલે કે ચુડેલ ગણાવીને જાતજાતના સુપરસ્ટિશન્સ ફેલાવી રહી છે. આ મહિલાઓ જાદુટોણા કરીને જીવનની મુસીબતો દૂર કરવાની ગૅરન્ટી આપે છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઇન્ટરનેટના માધ્યમથી જ આ કામ થઈ જાય છે. સ્કૉટલૅન્ડની ૨૪ વર્ષની ઍલેશિયા કાહિલ નામની પોતાને ચુડેલ ગણાવતી યુવતીએ પોતાનો અનુભવ શૅર કર્યો છે. તેણે ઑનલાઇન જાદુટોણા કરવાના અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ ઑર્ડર પૂરા કર્યા છે. ઍલેશિયાનું કહેવું છે લોકો પ્રેમ, નોકરી અને ખૂબબધો પૈસો મેળવવા માટે કંઈ પણ ટોટકા અજમાવવા તૈયાર થઈ જાય છે. Etsy વેબસાઇટના કહેવા મુજબ આ કોઈ ગંભીર સર્વિસ નથી, માત્ર મનોરંજન માટે વેચાતી સ્કિલ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 01:15 PM IST | Scotland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK