ચાની એક પ્યાલી ભલે ૧૦ રૂપિયાની હોય, પરંતુ એ વેચવાની બિઝનેસ-સેન્સ હોય તો એ સૌથી પ્રૉફિટેબલ વ્યવસાય બની શકે છે. આયુષ ગોસ્વામી નામના કન્ટેન્ટ-ક્રીએટરે શર્મા કૅફે નામનો સ્ટૉલ ચલાવતા શર્માજીનો ઇન્ટરવ્યુ લીધો છે.
લાખોની કમાણી કરતો ચાવાળો
ચાની એક પ્યાલી ભલે ૧૦ રૂપિયાની હોય, પરંતુ એ વેચવાની બિઝનેસ-સેન્સ હોય તો એ સૌથી પ્રૉફિટેબલ વ્યવસાય બની શકે છે. આયુષ ગોસ્વામી નામના કન્ટેન્ટ-ક્રીએટરે શર્મા કૅફે નામનો સ્ટૉલ ચલાવતા શર્માજીનો ઇન્ટરવ્યુ લીધો છે એમાં ચાની દુકાનનો માલિક પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના સૌથી ધનાઢ્ય બિઝનેસમૅન ઈલૉન મસ્કને પોતાના રોલમૉડલ ગણાવે છે. શર્માજીનો આ સ્ટૉલ લગભગ ૫૫-૫૬ વર્ષ જૂનો છે. તેમનું કહેવું છે કે વર્ષોથી સરસ અને એક જેવા જ સ્વાદની ચા તેઓ સર્વ કરે છે. ગ્રાહકોને પણ તેમની ચામાં સ્વચ્છતાનો ભરોસો છે એટલે જ તેઓ આજે મહિને ૯ લાખ રૂપિયા ચા વેચીને કમાય છે.
આ માત્ર કંઈ દાવો જ નથી, તે પોતે નફો કઈ રીતે થાય છે એની ગણતરી પણ કરી આપે છે. ૧૦ રૂપિયાના એક ગ્લાસના હિસાબે તેમના રોજના ગલ્લામાં લગભગ ૩૦,૦૦૦ રૂપિયાથી વધુનો વકરો થાય છે જે મહિને ૯ લાખ રૂપિયાથી વધુનો થાય છે. અલબત્ત, એ તેમનો ચોખ્ખો નફો નથી. એમાંથી ચા-દૂધ અને ખાંડના પૈસા તેમ જ તેમની દુકાન પર કામ કરતા લોકોનો પગાર કાઢે છે. એમ છતાં તેમને સારોએવો નફો થઈ જાય છે.
