Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુલ્હા સાથે ઊભેલી દુલ્હને સ્ટેજ પરથી ભાગીને પ્રેમીને વરમાળા પહેરાવી દીધી

દુલ્હા સાથે ઊભેલી દુલ્હને સ્ટેજ પરથી ભાગીને પ્રેમીને વરમાળા પહેરાવી દીધી

Published : 02 May, 2026 01:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુલ્હનના પરિવારજનોએ તો પેલા પ્રેમીને પકડીને ધીબેડી જ નાખ્યો. એમ છતાં દુલ્હાએ લગ્ન કરવાની ના પાડી અને રાતોરાત જ જાન લીલા તોરણે પાછી જતી રહી.

દુલ્હા સાથે ઊભેલી દુલ્હને સ્ટેજ પરથી ભાગીને પ્રેમીને વરમાળા પહેરાવી દીધી

અજબગજબ

દુલ્હા સાથે ઊભેલી દુલ્હને સ્ટેજ પરથી ભાગીને પ્રેમીને વરમાળા પહેરાવી દીધી


મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક લગ્ન દરમ્યાન એવો હાઈ વૉલ્ટેજ ડ્રામા થયો કે ઘટનાને નજરે જોનારા લોકો દંગ રહી ગયા. સ્ટેજ પર વરમાળા પહેરાવવાની રસમ ચાલી રહી હતી, દુલ્હા-દુલ્હનના હાથમાં ફૂલોની માળા હતી અને બધા તેમને ચિયર કરી રહ્યા હતા. એ જ વખતે અચાનક દુલ્હન ઘાઘરો પકડીને માળા સાથે સ્ટેજ પરથી ભાગી અને ત્યાં હાજર તેના પ્રેમીના ગળામાં વરમાળા પહેરાવી દીધી. ૨૭-૨૮ એપ્રિલની રાતે મુઝાવર ગામમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. બારાત આવી ગઈ, તેમનું સરસ સ્વાગત થઈ ગયું અને લગ્નની વિધિ શરૂ કરતાં પહેલાંની જયમાલાની રસમ વખતે આ તાયફો થયો. દુલ્હન સ્ટેજ પર આવી ત્યાં સુધી બધું નૉર્મલ હતું, પણ અચાનક તેની નજર સ્ટેજની આસપાસ ઊભેલા લોકો પર પડી. આમતેમ નજર ફેરવતાં તેને પોતાનો પ્રેમી એ ભીડમાં દેખાયો. બસ, દુલ્હન ખુદને રોકી ન શકી. તે ફૂલમાળા સાથે તેની તરફ દોડી અને બધાની હાજરીમાં તેને વરમાળા પહેરાવીને બૉયફ્રેન્ડને ભેટી પડી. લગ્નમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. જે થયું એ જોઈને દુલ્હાના પરિવારજનો ભડકી ઊઠ્યા. દુલ્હનના પરિવારજનોએ તો પેલા પ્રેમીને પકડીને ધીબેડી જ નાખ્યો. એમ છતાં દુલ્હાએ લગ્ન કરવાની ના પાડી અને રાતોરાત જ જાન લીલા તોરણે પાછી જતી રહી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK