Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શરીર નીચે કશુંક રાખીને સૂઈ જાઓ અને સવારે મેળવો ત્વચા પર અવનવી ડિઝાઇન

શરીર નીચે કશુંક રાખીને સૂઈ જાઓ અને સવારે મેળવો ત્વચા પર અવનવી ડિઝાઇન

Published : 13 March, 2026 01:05 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ભાઈને આમાં પણ આર્ટ દેખાઈ અને તેણે રોજ આવા ત્વચા પર છાપ પડી ગયેલા ફોટોગ્રાફ્સનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું

શરીર પર અવનવી ડિઝાઇન

અજબગજબ

શરીર પર અવનવી ડિઝાઇન


આપણે સૂઈ જઈએ ત્યારે એક જ પડખે સૂતા હોઈએ કે ત્વચાની નીચે કશુંક દબાતું હોય અને લાંબો સમય દબાતું રહે તો ત્વચા પર એની છાપ પડી જાય છે. આ શરીરનો નૅચરલ રિસ્પૉન્સ છે. ત્વચા પર કોઈ ચીજ દબાવીને રાખવાથી એની છાપ ઊપસી આવે અને થોડીક સેકન્ડ્સ માટે એ છાપ રહે અને પછી આપમેળે ગાયબ થઈ જાય. જો બ્લડ-સર્ક્યુલેશન બરાબર ન હોય તો આ છાપ લાંબો સમય ત્વચા પર રહે છે. રોજબરોજના જીવનમાં કદાચ દરેકના જીવનમાં બનતું હશે કે સૂતી વખતે મોબાઇલ, રિમોટ કન્ટ્રોલ કે હૅન્ડ્સ-ફ્રીના વાયર તમારા શરીર નીચે દબાઈ ગયા હોય. એ વખતે પીઠ, હાથ કે ગાલ પર એની છાપ ઊપસી આવે છે. એક ભાઈને આમાં પણ આર્ટ દેખાઈ અને તેણે રોજ આવા ત્વચા પર છાપ પડી ગયેલા ફોટોગ્રાફ્સનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું અને રોજ સોશ્યલ મીડિયામાં શૅર પણ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 01:05 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK