યુરી સુગોરા નામના જૅપનીઝ આર્ટિસ્ટે નહાતી વખતે શરીર પર થતા સાબુના ફીણમાં કળાનું નિર્માણ કર્યું છે
સાબુના ફીણમાંથી કળાનું નિર્માણ
જેની રગરગમાં કળા વહેતી હોય એવા લોકો સાવ સાદી અને નકામી લાગતી ચીજોમાંથી પણ કલાનું નિર્માણ કરી લેતા હોય છે. યુરી સુગોરા નામના જૅપનીઝ આર્ટિસ્ટે નહાતી વખતે શરીર પર થતા સાબુના ફીણમાં કળાનું નિર્માણ કર્યું છે. બાથટબમાં કલાકો સુધી પડ્યા રહેતા અને એમાં બનતા ફીણની મદદથી હાથ પર જાતજાતનાં પાત્રો કે આભાસોનું સર્જન કરતા યુરીની ક્રીએટિવિટી કાબિલેદાદ છે. ફીણની જેમ જ આ કળા પણ ક્ષણભંગુર હોય છે, પરંતુ દરેક વખતે એ કલાત્મક નમૂનાની તસવીરો ખેંચીને એને ઇમ્પ્રોવાઇઝ કરતા રહેતા યુરીભાઈનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વાહવાહી જીતી લે છે.
