Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માત્ર ૮૫ રૂપિયામાં હોટેલમાં રોકાવું હોય તો શક્ય છે, ફક્ત શરત આટલી જ!

માત્ર ૮૫ રૂપિયામાં હોટેલમાં રોકાવું હોય તો શક્ય છે, ફક્ત શરત આટલી જ!

Published : 21 March, 2026 02:29 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફક્ત આખી રાતનું લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ પર કરવું પડશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


જપાનમાં એક હોટેલ છે જે મુસાફરોને એકદમ સસ્તામાં લગભગ નગણ્ય ભાવે લક્ઝરી રૂમ આપે છે. જોકે એની સાથે એક શરત હોય છે કે તમારે આખી રાત તમે જે કર્યું એ યુટ્યુબ પર લાઇવ સ્ટ્રીમ કરવું પડશે. જપાનના ફુકુઓકા શહેરમાં આવેલી અસાહી યોકાન નામની હોટેલમાં એક ખાસ રૂમ-નંબર ૮ છે. એને હોટેલવાળા સસ્તા રેટ પર આપે છે. આખી હોટેલ લક્ઝરી સવલતોથી સજ્જ છે અને અહીં એક રાત રહેવાનું ભાડું હજારો રૂપિયામાં છે. જોકે આ હોટેલના મૅનેજરે એક ગતકડું શરૂ કર્યું છે જેનાથી હોટેલની ચર્ચા સોશ્યલ મીડિયા પર વધી ગઈ છે. મૅનેજરે હોટેલનો ઘટી રહેલો બિઝનેસ બચાવવા માટે એક ગતકડું શરૂ કર્યું છે. હોટેલની એક રૂમ લાઇવ સ્ટ્રીમિંગવાળી રાખવાની. આ માટે ખૂબ જ સસ્તું ભાડું રાખવાનું. આ રૂમની અસલી કમાણી તો તેમને યુટ્યુબ પરના વ્યુઝ અને જાહેરાતોમાંથી જ થઈ જાય છે. એટલું જ નહીં, આ અળવીતરી જાહેરાતને કારણે આપમેળે આ હોટેલનું નામ લોકોના સર્કલમાં ચર્ચાવા લાગ્યું છે. લાઇવસ્ટ્રીમ દરમ્યાન મુસાફરોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને માત્ર મેઇન રૂમનું જ વિડિયો રેકૉર્ડિંગ થાય છે. બાથરૂમ અને અન્ય ખૂણાઓ કૅમેરા-ફ્રી હોય છે. રાતના સમયે તેઓ લાઇટ બંધ કરીને સૂઈ જઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 02:29 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK