Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૅન્ટ પર આવીને બેસી ગઈ મધમાખીઓ, કરડે નહીં એ માટે કલાકો સુધી યુવક હલ્યા વિના ઊભો રહ્યો

પૅન્ટ પર આવીને બેસી ગઈ મધમાખીઓ, કરડે નહીં એ માટે કલાકો સુધી યુવક હલ્યા વિના ઊભો રહ્યો

Published : 03 June, 2026 02:16 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનમાં એક યુવક સાથે થયેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


જપાનમાં એક યુવક સાથે થયેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ૨૫ વર્ષનો યુવક ગૅરેજમાં કામ કરી રહ્યો હતો. તે વાંકો વળીને કામ કરી રહ્યો હતો એ જ વખતે તેની પૂંઠ પર એક રાણી મધમાખી આવીને બેસી ગઈ. હવે જ્યાં રાણી મધમાખી જાય ત્યાં એની પાછળ સેવક મધમાખીઓ તરત જ આવીને બેસી જાય. પેલા યુવકને ખબર પડે એ પહેલાં તો તેની પૂંઠ પર લિટરલી નાનો મધપૂડો કહેવાય એટલી મધમાખીઓ બેસી ગઈ. તે સહેજ હલ્યો અને તરત પૂંઠ પર સળવળાટ થયો. છેક મધપૂડો રચાઈ ગયા પછી જ્યારે તેને ખબર પડી કે તેની બમ પર મધપૂડો થઈ ગયો છે. તે વધુ હલે તો મધમાખીઓ વીફરે અને તેને એવી જગ્યાએ મધમાખીના ડંખ થાય કે પીડાની કલ્પના પણ ન કરી શકાય. મધમાખી કરડવાના ડરે તે કલાકો સુધી એમ જ ઊભો રહ્યો. બીજી તરફ બીજા લોકોએ મધમાખીને પકડનારા નિષ્ણાતોને બોલાવ્યા. તેમણે સિફતપૂર્વક બીજી રાણી મધમાખીની મદદથી મધમાખીઓને પેલા ભાઈની પૂંઠેથી એક બૉક્સમાં ટ્રાન્સફર કરી હતી. નવાઈની વાત એ હતી કે આ આખીયે પ્રક્રિયા દરમ્યાન તેણે એટલી શાંતિ જાળવી હતી કે એક પણ મધમાખી તેને કરડી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 02:16 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK