Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍરબૅગ પરથી ૯૨ ફુટ ઊંચો કૂદકો મારવાનો રેકૉર્ડ

ઍરબૅગ પરથી ૯૨ ફુટ ઊંચો કૂદકો મારવાનો રેકૉર્ડ

Published : 20 August, 2026 12:42 PM | IST | Switzerland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વિટ્ઝરલૅન્ડના બ્રુનેનમાં એક લેકમાં રૉબિન સ્ટેઇનર નામના કરતબબાજે ઍરબૅગ બ્લૉબિંગ થકી સૌથી ઊંચો કૂદકો મારવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ઍરબૅગ બ્લૉબિંગ એ એક પ્રકારની વૉટર સ્પોર્ટ્સ છે.

ઍરબૅગ પરથી ૯૨ ફુટ ઊંચો કૂદકો મારવાનો રેકૉર્ડ

ઍરબૅગ પરથી ૯૨ ફુટ ઊંચો કૂદકો મારવાનો રેકૉર્ડ


સ્વિટ્ઝરલૅન્ડના બ્રુનેનમાં એક લેકમાં રૉબિન સ્ટેઇનર નામના કરતબબાજે ઍરબૅગ બ્લૉબિંગ થકી સૌથી ઊંચો કૂદકો મારવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ઍરબૅગ બ્લૉબિંગ એ એક પ્રકારની વૉટર સ્પોર્ટ્સ છે. એમાં પાણીની અંદર જાયન્ટ ઍરબૅગ મૂકેલી હોય છે. એ ઍરબૅગના એક છેડે એક વ્યક્તિ ઊભેલી હોય છે. એના બીજા છેડા પર એક, બે કે ત્રણ લોકો ખૂબ ઊંચાઈએથી ઍરબૅગ પર કૂદકો મારે છે. બૅગમાં ભરાયેલી હવાનું પહેલા છેડા પર એટલું પ્રેશર આવે છે કે ત્યાં ઊભેલી વ્યક્તિ હવામાં ઊછળે છે. ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ જેટલા જોરથી બીજા છેડે પ્રેશર આવે એટલા જ વળતા જોરથી પહેલા છેડાનો માણસ આકાશમાં ઊંચો ઊછળે અને તળાવના પાણીમાં લૅન્ડ થાય. બાવીસ વર્ષના રૉબિન સ્ટેઇનરે તેની સાથે સ્ટન્ટમાં બીજા ત્રણ સાથીઓની મદદ લીધી હતી. ત્રણ સાથીઓએ બીજા છેડેથી ઍરબૅગ પર ભૂસકો માર્યો હતો અને રૉબિન હવામાં ૯૨.૫ ફુટ ઊંચે ઊછળ્યો હતો. ૯ ઑગસ્ટે થયેલા આ સ્ટન્ટને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 12:42 PM IST | Switzerland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK