હૈદરાબાદમાં મોમોઝ ખાધા પછી એક મહિલાનું મૃત્યુ થતાં તેલંગણની રાજ્ય સરકારે લોકોની ફૂડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઇંડાંમાંથી બનતા મેયોનીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.
અજબગજબ
હૈદરાબાદમાં મોમોઝ ખાધા પછી એક મહિલાનું મૃત્યુ.
હૈદરાબાદમાં મોમોઝ ખાધા પછી એક મહિલાનું મૃત્યુ થતાં તેલંગણની રાજ્ય સરકારે લોકોની ફૂડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઇંડાંમાંથી બનતા મેયોનીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે હવે ૧ વર્ષ સુધી એટલે કે ૨૦૨૫ની ૩૦ નવેમ્બર સુધી મેયોનીઝનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ નહીં કરી શકાય. જાહેર સ્વાસ્થ્ય પર એનો પ્રભાવ અને ભવિષ્યમાં કોઈ પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને એક વર્ષ પછી પ્રતિબંધ ચાલુ રાખવો કે નહીં, એનો નિર્ણય લેવાશે. હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં મોમોઝ ખાધા પછી એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ૨૦થી વધારે લોકો ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. એટલે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપપલ કોર્પોરેશન અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આખા શહેરની મોમોઝની રેકડીઓ પર તપાસ અભિયાન શરૂ કર્યું છે.