પોલીસને શંકા છે કે કદાચ કૂવામાં ફેંકતાં પહેલાં બન્ને દીકરીઓને કોઈ ઝેરી પ્રવાહી પણ પિવડાવવામાં આવ્યું હશે.
પ્રતીકાત્મક તસવીર
તેલંગણના કરીમનગરમાં એક પિતાએ પોતાની બે દીકરીઓનું કાસળ કાઢી નાખ્યું હતું. જુબલીનગરમાં રહેતા કચ્ચુ શ્રીસૈલમ નામના ભાઈનાં લગ્ન ૬ વર્ષ પહેલાં મોનિકા નામની યુવતી સાથે થયાં હતાં. દંપતીને ૪ વર્ષની ટ્વિન દીકરીઓ ગીતાંશી અને ગીતાન્વિકા હતી. દીકરીઓના જન્મ પછી કચ્ચુ ખુશ નહોતો. તે વારંવાર પોતાને ત્યાં દીકરો નથી એ વાતે પત્ની મોનિકા સાથે ઝઘડતો રહેતો હતો. શુક્રવારે પણ તેમની વચ્ચે આ જ બાબતને લઈને વિવાદ થયો. આ ઝઘડા પછી કચ્ચુ બધાની નજર ચોરાવીને બન્ને દીકરીઓને ગામમાંથી દૂર ખેતર તરફ લઈ ગયો અને કૂવામાં ફેંકી દીધી. બન્ને દીકરીઓ ઘણા સમય સુધી પાછી ન આવી એટલે પત્ની અને ઘરવાળાઓએ તેમની શોધ ચલાવી. વાત પોલીસ સુધી પહોંચી અને છેલ્લે બન્ને દીકરીઓ ક્યાં ગઈ હોઈ શકે એની તપાસ કરતાં તેમના ખેતર સુધી પહોંચી. પોલીસને ગીતાંશી અને ગીતાન્વિકાનાં શબ કૂવામાંથી મળ્યાં ત્યારે શરૂઆતમાં કચ્ચુએ પોતાને કંઈ ખબર નથી એવો દેખાડો કર્યો. પોલીસને શંકા છે કે કદાચ કૂવામાં ફેંકતાં પહેલાં બન્ને દીકરીઓને કોઈ ઝેરી પ્રવાહી પણ પિવડાવવામાં આવ્યું હશે.
