કંકાલનું વજન છે ૨૮ ટન એટલે કે પૂરા ૯ હાથીઓ જેટલું
પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે આ ડાયનોસૉર શાકાહારી હશે.
ડાયનોસૉર દુનિયામાંથી લુપ્ત થઈ ગયા, પરંતુ એના અવશેષોને લગતી માહિતી રોમાંચ જગાવતી હોય છે. હવે થાઇલૅન્ડમાં એક એવા વિશાળકાય ડાયનોસૉરના જીવાશ્મિ મળી આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ડાયનોસૉર હોવાનું મનાય છે. ૮૮ ફુટ ઊંચા આ જીવનું વજન ૨૭ ટન એટલે કે લગભગ ૯ હાથીઓ બરાબર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અલગ જ પ્રજાતિનો ડાયનોસૉર છે. એનું નામ વૈજ્ઞાનિકોએ થાઇલૅન્ડ ઓરિજિન રાખ્યું છે. પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે આ ડાયનોસૉર શાકાહારી હશે.
