Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્યુબિક હેરવાળો ક્રૉસોં ધૂમ વેચાય છે થાઇલૅન્ડમાં

પ્યુબિક હેરવાળો ક્રૉસોં ધૂમ વેચાય છે થાઇલૅન્ડમાં

Published : 06 July, 2026 03:27 PM | IST | Pattaya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૉસોં ઉપરથી દેખાતા પ્યુબિક હેર જેવું ગૂંચળું એ વાળ નથી પરંતુ ખાદ્ય પદાર્થમાંથી વાળ જેવી બનાવાયેલી ચીજ છે

શું તમે આવું વિયર્ડ ખાવાનું પસંદ કરો?

અજબ ગજબ

શું તમે આવું વિયર્ડ ખાવાનું પસંદ કરો?


ક્રૉસોં એ ફ્રેન્ચ પેસ્ટ્રી છે જે મોટા ભાગે ચૉકલેટ અને ડ્રાયફ્રૂટ્સની ફ્લેવરમાં મળે છે. જોકે હવે એમાં એવા-એવા પ્રયોગો થઈ રહ્યા છે કે ક્યારેક અમુક વરાઇટી જોઈને ઊબકા આવી જાય.

થાઇલૅન્ડના પટાયામાં એક બેકરી છે જેમાં હેર ક્રૉસોં વેચાય છે જે જબરદસ્ત વાઇરલ થઈ ગયા છે. આ હેર ક્રૉસોંમાં જે વાળ દેખાય છે એ લિટરલી પ્યુબિક એરિયામાં જે જાડા અને કડક વાળ હોય એવા જ દેખાય છે. આ ક્રૉસોં સ્વીટ જ છે. એમાં અંદર સફેદ ક્રીમી શુગર છે અને ઉપરથી દેખાતા પ્યુબિક હેર જેવું ગૂંચળું એ વાળ નથી પરંતુ ખાદ્ય પદાર્થમાંથી વાળ જેવી બનાવાયેલી ચીજ છે. કાળી સિવિડમાંથી જાડા અને કર્લી હેર જેવું બનાવવામાં આવે છે અને ક્રૉસોં બન્યા પછી એક કિનારીએ એ ઉપરથી ચિપકાવવામાં આવે છે. એ પણ સ્વીટ જ હોય છે. પટાયામાં લોકો આ વાળવાળા ક્રૉસોં બે હાથે ખાય છે. શું તમે આવું વિયર્ડ ખાવાનું પસંદ કરો?


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 03:27 PM IST | Pattaya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK